વડોદરા શહેરના વાલીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ગુજરાત બોર્ડ માટે ના આ પુસ્તક વિનિમય મેળામાં વાલીઓ અને બાળકોએ હર્ષભેર ભાગ લઈને શિક્ષણના માટે પુસ્તકોનો ખર્ચ ઘટાડી પોતાના ભવિષ્યને સુરક્ષિત કર્યું હતું.
આ પ્રકારના પુસ્તક વિનિમય મેળા દ્વારા પુસ્તકો ફરીથી ઉપયોગમાં આવતા હોય ખિસ્સાનું ભારણ સાથે સાથે પર્યાવરણને પણ બચાવવામાં ખૂબ જ મદદ કરતા હોય તેવી લાગણી વાલીઓમાં પ્રવર્તી હતી.
૧૦૦૦ જેટલાની સંખ્યામાં વાલીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો જેના કારણે લાખો રૂપિયાની બચત વાલીઓને થઈ છે.
વાલીઓએ આવતા વર્ષે પણ આવી જ રીતના પુસ્તક વિનિમયનું આયોજન કરવા માટે વડોદરા પેરેન્ટ એસોસિએશનને વિનંતી કરી છે.
Reporter: News Plus