News Portal...

Breaking News :

વડોદરા શહેર ના પનોતા પુત્ર સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈ નો જન્મ ૧૨ મે ૧૮૯૨ માં વડોદરા રાજ્ય ના શિનોર ખાતે થયો હતો.

2024-05-12 16:02:54
વડોદરા શહેર ના પનોતા પુત્ર સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈ નો જન્મ ૧૨ મે ૧૮૯૨ માં વડોદરા રાજ્ય ના શિનોર ખાતે થયો હતો.


તેઓ એ ગુજરાતી માં ૨૭ નવલકથાઓ લખી જેમાં  ઐતિહાસિક-પૌરાણિક વસ્તુ લઈ રચાયેલી  જેવી કે દિવ્યચક્ષુ , ગ્રામલક્ષ્મી, પહાડ ના પુષ્પો અને અન્ય નવલકાથાઓ ખુબ જાણીતી અને લોકપ્રિય છે.
એમના કાવ્યસંગ્રહો જેવા કે નિહારિકા અને શમણાં ની કવિતાઓ મધ્યકાલીન અને અર્વાચીન  સંસ્કારવાળી છે.


નવી પેઢી ને ગુજરાતી સાહિત્ય ની જાણ રહે એવા હેતુથી શ્રી અરવિંદરાય કેશવલાલ વૈષ્ણવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા  સાક્ષર રમણલાલ વસંતલાલ દેસાઈ ની પ્રતિમા વુડા સર્કલ ખાતે મુકવામાં આવી છે.
આજે તેમના જન્મદિવસે ટ્રસ્ટ ની ચોથી પેઢી કુ. મિષ્કા ગૌરિશ વૈષ્ણવ ફુલહાર કરી શ્રધ્ધા સુમન અર્પણ કર્યા હતા.

Reporter: News Plus

Related Post