મૃતક મહિલાના પિતાએ નોંધાવી ફરિયાદ, ગુજરાતના આરોપીને શોધી રહી છે પોલસ લગભગ દોઢ મહિના પહેલા ગુજરાત માંથી દિલ્હી ના ડાબરી વિસ્તારમાં આવીને લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા એક વ્યક્તિએ તેની પાર્ટનરને ઢોર માર માર્યો હતો.ત્યારબાદ તેણે લાશને કબાટમાં સંતાડી દીધી અને ભાગી ગયો. જ્યારે યુવતીનો ફોન ન મળ્યો તો તેના પિતા બુધવારે રાત્રે મેરઠ થી દિલ્હી આવ્યા અને પોલીસને જાણ કરી. જ્યારે પોલીસ યુવતીના રૂમમાં ગઈ તો તેની લાશ કબાટની અંદરથી મળી આવી હતી. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. હાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.દક્ષિણ પશ્ચિમ દિલ્હી ના દ્વારકા વિસ્તારમાં એક ઘરના કબાટમાંથી ૨૬ વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. દિલ્હી પોલીસ એ ગુરુવારે આ માહિતી આપી હતી. મૃતક મહિલાના પિતાએ તેના લિવ-ઈન પાર્ટનર પર તેની હત્યા કરવાનો આરોપ લગાવ્યો છે. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે મૃતક મહિલાના પિતા ઘણા દિવસો સુધી તેનો સંપર્ક કરી શક્યા ન હતા. જે બાદ તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. મૃતક મહિલાની ઓળખ ૨૬ વર્ષીય રુખસાર રાજપૂત તરીકે થઈ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારે રાત્રે ૧૦.૪૦ વાગ્યે પોલીસ કંટ્રોલ રૂમમાં એક કોલ આવ્યો હતો. જેમાં એક વ્યક્તિએ ફરિયાદ કરી હતી કે તેની પુત્રીની હત્યા કરવામાં આવી છે. માહિતી મળ્યા બાદ ડાબરી પોલીસ સ્ટેશનની એક ટીમ દ્વારકાના રાજાપુરી વિસ્તારમાં આવેલા ઘર પર પહોંચી હતી. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, પોલીસને ફ્લેટના એક કબાટમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો. ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ટીમ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.પોલીસે જણાવ્યું કે મૃતકના પિતાએ આરોપ લગાવ્યો છે કે, તેના સહજીવન સાથી વિપલ ટેલરે તેની પુત્રીની હત્યા કરી છે. તેણે જણાવ્યું કે ફરિયાદીએ મહિલા સાથેના તેના છેલ્લા કોલને ટાંકીને પોલીસને જણાવ્યું કે તેની પુત્રીએ કહ્યું હતું કે તેનો પાર્ટનર વિપલ ટેલર તેને મારતો હતો અને તેને પણ ડર હતો કે તે તેને મારી નાખશે.મૃતક મહિલાના પિતાએ ફરિયાદમાં પોલીસને જણાવ્યું કે, તેની પુત્રી છેલ્લા દોઢ મહિનાથી ભાડાના ફ્લેટમાં ટેલર સાથે રહેતી હતી.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ડીડીયુ હોસ્પિટલ ના શબઘરમાં મોકલવામાં આવ્યો છે. અધિકારીએ કહ્યું, આરોપી વિપલ ટેલરને શોધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તે સુરત ગુજરાત નો રહેવાસી છે.પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે રૂખસાર પરિણીત હતી. તેને તેના પહેલા પતિથી એક પુત્રી પણ છે. પરંતુ તે તેની પુત્રી અને પતિને ગુજરાતમાં છોડીને તેના પ્રેમી સાથે દિલ્હી આવી ગઈ હતી. પિતાએ જણાવ્યું કે રૂખસાર તેની પુત્રીને પોતાની સાથે રાખવા માંગતી હતી. પરંતુ વિપલ આ માટે તૈયાર નહોતો. આ મુદ્દે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. એવી આશંકા છે કે આ મુદ્દે બંને વચ્ચે ઝઘડો થયો હશે, ત્યારબાદ વિપલે તેની હત્યા કરી નાખી. રૂખસારના પિતાએ જણાવ્યું કે, બુધવારે સવારે તેમની પુત્રીએ તેમને ફોન કર્યો હતો. ફોન પર રૂખસાર વિપલ સાથે હોવા અંગે પસ્તાવો કરી રહી હતી અને રડતી હતી. તેણે જણાવ્યું કે વિપલ તેને મારતો હતો.
Reporter: News Plus