તામિલનાડુનાં વતની પ્રિયંવદા મૅસેચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (MIT)માં અભ્યાસ કરી ચૂકેલાં છે.અમેરિકાના ‘ટાઇમ’ મૅગેઝિને હાલમાં જ વિશ્વના ૧૦૦ પ્રભાવશાળી લોકોની યાદી જાહેર કરી હતી. ન્યુ યૉર્કમાં શુક્રવારે રાતે આ નિમિત્તે ભવ્ય સેલિબ્રેશન યોજાયું હતું, જેમાં યાદીમાં સામેલ ઘણી હસ્તીઓ પણ મહેમાન બની હતી. ‘ટાઇમ’ના લિસ્ટમાં ભારતીય મૂળનાં વિજ્ઞાની પ્રિયંવદા નટરાજન પણ છે. તામિલનાડુનાં વતની પ્રિયંવદા મૅસેચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી (MIT)માં અભ્યાસ કરી ચૂકેલાં છે. તેમણે સ્પેસમાં ડાર્ક મેટર સંબંધિત મહત્ત્વનું સંશોધન કર્યું હતું.
Reporter: News Plus