બોડેલી માર્કેટિંગ યાર્ડમાં 20 મેના રોજ કપાસની સારી આવક નોંધાઇ હતી. જેના ભાવમાં આજે ગયા અઠવાડિયાના ભાવ કરતા નીચેના ભાવમાં 400 રૂપિયા જેટલો વધારો નોંધાઈ રહ્યો છે, જ્યારે ઉચ્ચતમ ભાવમાં 50 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે. આજે ખેડૂતોને પ્રતિ 1 મણનો ઊંચા ભાવ 1,699 રૂપિયા મળી રહ્યો છે.જિલ્લાના બોડેલી ખાતે આવેલી માર્કેટ યાર્ડમાં હાલ વિવિધ જણસીઓની આવક થઈ રહી છે. યાર્ડમાં હાલ ખેડૂતો મોટા પ્રમાણમાં કપાસ લઈને વેચવા આવી રહ્યા છે. બોડેલી માર્કેટ યાર્ડમાં છોટાઉદેપુર વિસ્તારમાંથી ખેડૂતો કપાસ લઈને વેચવા આવે છે. હાલ ખેડૂતોને કપાસના સારા ભાવ મળી રહ્યા છે. બોડેલી માર્કેટિંગ યાર્ડમાં 6,700 રૂપિયાથી 7,475 રૂપિયા સુધી પ્રતિ ક્વિન્ટલનો ભાવ નોંધાયો છે.
બોડેલી માર્કેટ યાર્ડમાં આજે એટલે કે, 20 મે 2024ના રોજ કપાસની સારી આવક નોંધાઇ હતી. જેના ભાવમાં આજે ગયા અઠવાડિયાના ભાવ કરતા નીચેના ભાવમાં 400 રૂપિયા જેટલો વધારો નોંધાઈ રહ્યો છે, જ્યારે ઉચ્ચતમ ભાવમાં 50 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે. આજે ખેડૂતોને પ્રતિ 1 મણનો ઊંચા ભાવ 1,699 રૂપિયા મળી રહ્યો છે.વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લામાં મોટાભાગના ખેડૂતો કપાસનું વાવેતર કરે છે. કપાસમાંથી લાખો રૂપિયાની કમાણી કરે છે. તદુપરાંત દિવેલા, બાજરી અને ઘઉંના ભાવ પણ સીઝન પ્રમાણે સારા મળી રહ્યા છે. હાલ પ્રતિ 100 કિલોનો ઘઉંના એવરેજ ભાવ 3400 રૂપિયા નોંધાયો છે. સાથે જ બાજરીનો ભાવ 2,231 અને દિવેલીયાનો ભાવ 5,425 નોંધાયો છે.વડોદરા જિલ્લામાં આવેલી સાવલી, બોડેલી તેમજ આજુબાજુના યાર્ડમાં કપાસના ભાવમાં વધારો નોંધાયો છે. ગત રોજ કરતા આજે નીચેના ભાવમાં 400 રૂપિયાનો વધારો નોંધાયો છે, પરંતુ ઉચ્ચતમ ભાવમાં 50 રૂપિયા જેટલો વધારો છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
એરંડા તેમજ બીજી જણસીઓના ભાવમાં ગત અઠવાડિયા કરતા આ અઠવાડિયે ભાવમાં ખૂબ વધારો નોંધાયો છે. જેમાં આજે બોડેલી માર્કેટિંગ યાર્ડમાં 6,700 રૂપિયાથી 7,475 રૂપિયા સુધી પ્રતિ ક્વિંટલનો ભાવ નોંધાયો છે. પરંતુ બોડેલી માર્કેટ યાર્ડમાં આજે કપાસની સારી આવક નોંધાઇ હતી.
Reporter: News Plus