News Portal...

Breaking News :

વડોદરા રેલ્વે સ્ટેશન ખાતેથી બે ઇસમોને ચાર શંકાસ્પદ મો.ફોન સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ

2024-05-20 18:59:59
વડોદરા રેલ્વે સ્ટેશન ખાતેથી બે ઇસમોને ચાર શંકાસ્પદ મો.ફોન સાથે પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ


રેલવે સ્ટાફના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન વડોદરા રેલ્વે સ્ટેશનની દક્ષીણે જેતલપુર બ્રીજ નીચેથી પોલીસ હેડ કોન્સ, જયેશકુમાર ખાતુભાઇ નાઓને બે ઇસમો શંકાસ્પદ હાલતમાં જોવામાં આવ્યા 


તેઓન રોકી તેઓનુ નામઠામ પુછતા તેઓ પોતાનું નામ (૧) પોતાનું નામ સન્ની S/O ઇસ્લામ જાતે.અંસારી, ઉ.વ.૧૯, ધંધો.નોકરી, હાલ રહે.રૂમ નં ૧૫, ફૈઝ બિલ્ડીંગ, જેતલપુર રોડ, વડોદરા , મુળ રહે.ગામ.બનકટી, થાના.નાનપારા દેહાની, જી.બહરાઇચ (ઉત્તર પ્રદેશ) તથા (૨) સાહીલ S/O મુજીબ જાતે.અંસારી, ઉ.વ.૧૯, ધંધો.નોકરી, હાલ રહે.રૂમ નં ૧૧૦, ચાચીની બિલ્ડીંગ, જેતલપુર રોડ, વડોદરા, મુળ રહે.ગામ.જક્સો જમાલપુર, થાના.સીપોલ, તા.જી.દરભંગા (બિહાર) વાળાઓની અંગજડતી કરતા તેઓની પાસેથી અલગ - અલગ કંપનીના કુલ ૦૪ મો.ફોન. મળી આવેલ જેની કુલ કિંમત રૂા.૩૧,૫૦૦/- નો મળી આવતા મોબાઇલ ફોન સબંધે આધાર પુરાવા માંગતા સદરી બન્ને ઇસમો તે રજુ કરી શકેલ નહી અને યોગ્ય સંતોષ કારક જવાબ આપતા ન હોય અને મળી આવેલ મોબાઇલ ફોન ચોરી અગર છળ કપટથી મેળવેલ હોવાનું જણાય આવતા મળી આવેલ ૦૪ મો.ફોન CRPC કલમ ૧૦૨ મુજબ તપાસ અર્થે કબજે કરી, સદરી બન્ને ઇસમોને CRPC કલમ ૪૧(૧)ડી મુજબ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.અને વધુ તપાસ હાથ ઘરી છે 

Reporter: News Plus

Related Post