News Portal...

Breaking News :

જગન્નાથપુરીમાં ચંદન યાત્રા દરમિયાન બ્લાસ્ટ થયો: 15 લોકો ગંભીર દાઝ્યા

2024-05-30 10:30:19
જગન્નાથપુરીમાં ચંદન યાત્રા દરમિયાન બ્લાસ્ટ થયો: 15 લોકો ગંભીર દાઝ્યા


ઓડિશાના જગન્નાથપુરીમાં બુધવારે રાત્રે ચંદન યાત્રા દરમિયાન બ્લાસ્ટ થયો હતો.પ્રાપ્ત માહિતી મુજબ ફટાકડાનો ઢગલામાં બ્લાસ્ટ થયો જેમાં 15 લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે.


ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઇ જવાયા છે જેમાંથી 4 લોકોની હાલત ગંભીર હોવાનું જણાયુ છે.ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે અકસ્માત સમયે નરેન્દ્ર પુષ્કરિણી સરોવરના કિનારે સેંકડો લોકો ચંદન યાત્રા ઉત્સવ જોવા માટે એકઠા થયા હતા.આ દરમિયાન ભક્તોનું ટોળું ફટાકડા ફોડી રહ્યું હતું.પછી ફટાકડાના ઢગલા પર એક સ્પાર્ક પડ્યો,જેના કારણે વિસ્ફોટ થયો. આ ઘટનાને કારણે અફરાતફરી મચી હતી.


જેમાં અનેક લોકો તો પોતાનો જીવ બચાવવા જળાશયમાં કૂદી પડ્યા જ્યારે કેટલાક લોકો દાઝ્યા હોવાનું સામે આવ્યું છે. ઓડિશાના સીએમ નવીન પટનાયકે આ ઘટનાની નોંધ લીધી હતી.તેમણે મુખ્ય વહીવટી સચિવ અને જિલ્લા વહીવટીતંત્રને ઘાયલોની યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા અને વ્યવસ્થા પર દેખરેખ રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.તેમણે કહ્યું કે સારવારનો ખર્ચ મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ઉઠાવવામાં આવશે. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આ ઘટનાને લઇને દુઃખ વ્યક્ત કર્યુ હતું. તેમણે ટ્વિટ કરતા જણાવ્યું કે જેમની સારવાર ચાલી રહી છે તેઓ જલદી સ્વસ્થ થઈને ઘરે પાછા ફરે.

Reporter: News Plus

Related Post