નવીદિલ્હી : રાજ્યસભા બેઠકો માટે સપ્ટેમ્બરે ચૂંટણીની જાહેરાત કરી છે. આ ચૂંટણીમાં ભાજપ 12માંથી 10 બેઠકો જીતશે છતાં એનડીએ રાજ્યસભામાં બહુમતીનો આંકડો પાર નહીં કરી શકે.
આ 12 બેઠકો પૈકી 9 બેઠકો પર ભાજપ,1 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર આરજેડી સરળતાથી જીતી જશે પણ મહારાષ્ટ્ર અને હરિયાણાની એક-એક બેઠક માટે જંગ જામશે.રાજ્યસભાની બેઠકોની સંખ્યા 245 છે પણ હાલમાં 225 સભ્યો છે. આ 12 બેઠકોની ચૂંટણી સાથે રાજ્યસભાની ભરાયેલી બેઠકોનો આંકડો 237 થશે તેથી સ્પષ્ટ બહુમતી માટે 119 સાંસદો જોઈએ પણ 10 બેઠકો પર જીત સાથે પણ ભાજપના નેતૃત્વ હેઠળની એનડીએનો આંકડો 111 પર જ પહોંચશે તેથી બહુમતી માટે એનડીએને વધુ 8 સાંસદોનો ટેકો જોઈશે.
કેન્દ્રીય ચૂંટણી પંચે 9 રાજ્યોની 12 રાજ્યસભા બેઠકો માટે સપ્ટેમ્બરે ચૂંટણીની જાહેરાત કરી છે. આ ચૂંટણીમાં ભાજપ 12માંથી 10 બેઠકો જીતશે છતાં રાજ્યસભામાં એનડીએ બહુમતીનો આંકડો પાર નહીં કરી શકે. આ 12 બેઠકો પૈકી 9 બેઠકો પર ભાજપ, 1 બેઠક પર કોંગ્રેસ અને 1 બેઠક પર આરજેડી સરળતાથી જીતી જશે પણ મહારાષ્ટ્ર અને હરિયાણાની એક-એક બેઠક માટે જંગ જામશે.
Reporter: admin