પેરિસ : નીરજ ચોપડા ઓલિમ્પિક્સમાં સતત બે મેડલ જીતનાર ભારતનો પ્રથમ ટ્રેક એન્ડ ફિલ્ડ એથલીટ બની ગયો છે. પાકિસ્તાનના અરશદ નદીમે ઓલિમ્પિક રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.
તેણે બીજા પ્રયાસમાં 92.97 મીટર દૂર જેવલિન થ્રો કર્યો હતો. જ્યારે નીરજે તેના બીજા પ્રયાસમાં 89.45 મીટર દૂર જેવલિન થ્રો કરી સિલ્વર મેડલ પાક્કો કર્યો હતો. આ ઉપરાંત નીરજ ચોપડાના બાકી પાંચ પ્રયાસ ફાઉલ રહ્યા હતા. પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિકમાં ભાલાફેંકની ફાઇનલ મેચમાં શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. અરશદ નદીમે 92.97 મીટરનો થ્રો ફેંકીને ઓલિમ્પિકમાં રેકોર્ડ સર્જ્યો છે. 2008માં ઓલિમ્પિકમાં સૌથી દૂર થ્રો કરવાનો રેકોર્ડ બન્યો હતો. 16 વર્ષ બાદ અરશદ નદીમે આ રેકોર્ડ આજે તોડી નાંખ્યો છે. નોંધનીય છે કે ટોક્યો ઓલિમ્પિકમાં જ્યારે નીરજ ચોપરાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો ત્યારે અરશદ નદીમ ચર્ચામાં આવ્યો હતો.
અરશદ ત્યારે પાંચમા સ્થાન પર રહ્યો હતો. જોકે બાદમાં 2022માં કોમનવેલ્થ ગેમ્સમાં 90.18 મીટરનો થ્રો કરીને અરશદે પહેલીવાર કોઈ મોટી ટૂર્નામેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. પાંચ રાઉન્ડમાંથી ચાર ફાઉલ પાંચમા પ્રયાસમાં પણ નીરજ ચોપરાને નિરાશા હાથ લાગી હતી. પાંચમા રાઉન્ડમાં ફાઉલ થઈ જવાના કારણે નીરજ ખુદથી જ ખૂબ નિરાશ પણ થયો હતો. શરૂઆતના પાંચ રાઉન્ડમાંથી માત્ર એક જ થ્રો સારો રહ્યો બાકી ચાર ફાઉલ રહ્યા હતા. નીરજનો બીજો થ્રો 89.45 મીટરનીરજ ચોપરાએ બીજો થ્રો 89.45 મીટરનો ફેંક્યો. બીજા રાઉન્ડમાં નીરજ બીજા સ્થાન પર રહ્યો છે. પાકિસ્તાન ખેલાડી અરશદ નદીમ બીજા રાઉન્ડમાં પ્રથમ પર આવ્યો છે. અરશદ નદીમે 92.97 મીટરનો થ્રો ફેંકી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે.
Reporter: admin