બિજનૌર: વૃદ્ધ સાથે મારપીટ કરતા વ્યક્તિની ઓળખ BJP લીડર બીરબલ સિંહ નો પુત્ર ડૉ.અભિનવ તરીકે કરવામાં આવી છે.
જોકે સ્થાનિક વિસ્તારમાં BJP લીડર ના પુત્ર દ્વારા કરવામાં આવેલા આ પ્રકારના વર્તનને કારણે લોકો પ્રશાસન વિરુદ્ધ અનેક સવાલો ઉઠાવી રહ્યા છે. તે ઉપરાંત આ ઘટનાનો વીડિયો વાયરલ થતાની સાથે ચારેય બાજુ હોબાળો મચી ગયો છે. જોકે ભાજપ નેતા બીરબલ સિંહ એ બિજનૌર જિલ્લામાં એક અધ્યક્ષ તરીકે કામ કરે છે. બીજેપી નેતા બીરબલ સિંહના પુત્ર ડૉ. અભિનવ વૃદ્ધાના ઘરમાં ઘૂસી ગયા અને થોડીવાર દલીલ કરી અને પછી વૃદ્ધને થપ્પડ મારવા લાગ્યા. અભિનવ થોડીવાર વાત કરતો અને પછી તેને થપ્પડ મારતો. જ્યારે વૃદ્ધની પત્ની જ્યારે દખલગીરી કરવા આગળ આવી ત્યારે તેણે તેની સાથે પણ ગેરવર્તન કરવામાં આવ્યું હતું.
વીડિયોમાં કેટલીક વાતો સંભળાય છે, જેમાં અભિનવ સિંહ કહી રહ્યા છે, ચૂપચાપ ઊભા રહો, બોલશો નહીં, હું દસ ગણીશ..અને પછી થપ્પડ મારે છે.બીજેપી નેતા બીરબલ સિંહ એ તેના પર પોતાની પ્રતિક્રિયા આપી હતી કે, હું કોઈ કામ માટે બહાર હતી અને જ્યારે હું પરત આવી ત્યારે મને તેની જાણ થઈ. આ ઘટના દુઃખદ છે. માર મારનાર વૃદ્ધ અમારા સંબંધી છે. કેટલીક પારિવારિક સમસ્યાઓ હતી પણ આવું ન થવું જોઈતું હતું. તો બીજી તરફ પોલીસને આપેલી ફરિયાદમાં વૃદ્ધ પીડિતએ કહ્યું છે કે અભિનવે તેની હત્યા કરવાની પણ કોશિશ કરી છે. અને તેની પત્ની સાથે પણ ખરાબ વર્તન કર્યું હશે. પોલીસે કેસ નોંધ્યો છે પરંતુ શું કાર્યવાહી કરવામાં આવી છે તે અંગે કોઈ માહિતી મળી નથી.
Reporter: admin