વડોદરા શહેરમાં ભાજપના કાર્યકર ગોપાલ ચુનારા પર તેમના દૂરના સગાઓએ બાળલગ્નની અરજીનું મનદુખ રાખી 9 મેના રોજ હુમલો કર્યો હતો.
જેમાં તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેઓને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હાલત ગંભીર જણાતા ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે. પોલીસે હત્યાની કલમો ઉમેરી ગણતરીના કલાકોમાં બે આરોપીની ધરપકડ કરી છે. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
આરોપીઓ ગોપાલભાઈના દુરના સગા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગોપાલ ચુનારા ભાજપના બક્ષીપંચ મોરચાના પ્રમુખ હતા. ગોપાલ ચુનારા બાળલગ્નોમાં સંડોવાયેલા હતા અને એ બાળ લગ્નોની માહિતીની અરજી ગોપાલભાઈએ એમના વિરુદ્ધ કરી હતી. આ વાતનું મનદુઃખ રાખી બંને ભાઈઓએ પ્લાસ્ટીકના પાઇપથી ગોપાલભાઈને માર માર્યો હતો. જોકે ગોપાલભાઈનું મોત થયું છે. આરોપીઓ ગોપાલભાઈના દુરના સગા થાય છે.
Reporter: News Plus