યુનિવર્સિટીની કોમન એક હેઠળ હવે આવરી લેવામાં આવતા વિદ્યાર્થી યુનિયનને પ્રવૃત્તિને હવે તાળા લાગી જશે.
એમ એસ યુનિવર્સિટીમાં બધા અધિકારીઓ પોતાની મનમાની ચલાવવાની શરૂઆત કરી દીધી છે. સેનેટ અને સિન્ડિકેટ સભ્યોનું પણ હવે મહત્વ રહેશે નહીં.એમએસ યુનિવર્સિટી વડા એટલે કે વાઈસ ચાન્સેલર પણ પોતાની મનમાની ચલાવી રહ્યા હોવાનું વિદ્યાર્થી આલમમાં ચર્ચાઈ રહ્યું છે.
એમ એસ યુનિવર્સિટીમાં ભણતા વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ તેમજ પરિણામો સમયસર નહીં મળતા હોવા સહિતની વિવિધ રજૂઆતો તરફ ધ્યાન આપતા નહીં હોવાથી તેમજ વિદ્યાર્થીઓને સાંભળતા નહીં હોવાથી વિદ્યાર્થી આલમમાં રોષ ફાટી નીકળે છે એબીવીપી વિદ્યાર્થી પાંખ દ્વારા વિરુદ્ધ પોસ્ટર યુદ્ધ શરૂ કર્યું છે. વાઈસ ચાંસેલર ખોવાયા છે તેવા પોસ્ટરોએ યુનિવર્સિટી કેમ્પસમાં લગાડવામાં આવ્યા છે.
Reporter: News Plus