મુંબઈ : જાણીતા ભજન સમ્રાટ અનુપ જલોટાએ સુરતમાં જણાવ્યું હતું કે,‘સલમાન ખાને આજે જ બિશ્નોઈ મંદિરમાં જઈને માફી માગવી જોઈએ’ અનુપ જલોટા જે એક ગઝલ કોન્સર્ટ માટે સુરત આવ્યા હતા, તેમણે કહ્યું કે, માફી માગવાથી સલમાન અને તેના પરિવાર સહિત તેના મિત્રો સુરક્ષિત રહેશે.
લોરેન્સ બિશ્નોઈની ધમકી બાદ સલમાન ખાનને મહારાષ્ટ્ર સરકાર દ્વારા Y+ સુરક્ષા આપવામાં આવી છે.હું નથી ઇચ્છતો કે બીજા લોકોને તકલીફ પડે અનુપ જલોટાએ કહ્યું છે કે, માફી માગવાથી સલમાન સુરક્ષિત રહેશે, તેનો પરિવાર સુરક્ષિત રહેશે અને તેના મિત્રો પણ સુરક્ષિત રહેશે. એક મિત્રનું બલિદાન થઈ ગયું છે, હું નથી ઇચ્છતો કે બીજા લોકોને તકલીફ પડે, સલમાને આ પગલું ભરીને આજે મંદિરમાં જઈ બિશ્નોઈ સમાજની માફી માંગવી જોઈએ.
માફી ન માગવા પર અનુપ જલોટાએ જણાવ્યું હતું કે, જે લોકો માફી નહીં માગે તેઓ લડતા રહે છે, જો કંઈક થશે તો દુઃખ થશે. તેનાથી વધુ સારું છે કે, તે આગળ વધે અને માફી માગે, જો તે માફી માગશે નહીં તો બિશ્નોઈ સમાજ ખૂબ ગુસ્સે છે. તે કંઈક ને કંઈક નુકસાન પહોંચાડવાનું ચાલુ રાખશે અને જો તે ઇચ્છે છે કે, આ નુકસાન બંધ થાય તો સલમાન માફી માગે, જેનાથી તેના પરિવાર અને મિત્રોને નુકસાન ન થાય. એક મિત્રનું બલિદાન આપવામાં આવ્યું છે. અન્ય લોકોએ સુરક્ષિત રહેવું જોઈએ. આથી માફી માગવી જોઈએ.
Reporter: admin