News Portal...

Breaking News :

સયાજીબાગના પક્ષીઓના પિંજરાઓને દત્તક લેવામાં આવ્યા..

2024-07-11 18:13:56
સયાજીબાગના પક્ષીઓના પિંજરાઓને દત્તક લેવામાં આવ્યા..


શહેરના સયાજીબાગ ખાતે આવેલ પક્ષીઘરના પક્ષીઓને વર્ષ 20023માં એક વર્ષ માટે દત્તક લેવામાં આવ્યા હતા દત્તક લીધેલા પક્ષીઓને હવે એક વર્ષ પૂર્ણ થતા આજ રોજ તેઓને ફરીથી દત્તક યોજના અંતર્ગત રીન્યુ કરવા માટે કમાટીબાગ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું 


આ કાર્યક્રમ રોટરી ક્લબ ઓફ બરોડાના અગિયારા ક્લબ દ્વારા પહેલા વર્ષે જે પક્ષી લેવામાં આવ્યા હતા તે જ સભ્યોની ઉપસ્થિતિમાં આગામી વર્ષ માટે પક્ષીઓને દત્તક લીધા હતા પ્રાણી સંગ્રહાલયના પક્ષીઘર ખાતે રોટરી ક્લબ દ્વારા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં રોટી કરનાર સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પક્ષીઓને દત્તક લેવાની યોજના ઘણા વર્ષોથી કાર્યરત છે અને આ યોજનામાં અનેક લોકો લાભ લેતા હોય છે. આ વખતે રોટરી કલબના સભ્યો દ્વારા 12 જેટલા પિંજરમાં રહેલા 24 જેટલા પક્ષીઓને દત્તક લીધા છે.


મહત્વનું છે કે જે પણ નાગરિક સયાજી પ્રાણી સંગ્રહાલયના પક્ષીઓને દત્તક લીધા હોય તેમને પક્ષીઓના આખા વર્ષનો માવજતનો ખર્ચ પાલિકાના કમિશનરના નામે ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવીને આપવાનો હોય છે. પાલિકાના સહયોગથી સયાજી બાગમાં યોજાયેલ પક્ષી દત્તક યોજનાના સમારોહમાં બાગના ક્યુરેટર પ્રત્યુશભાઈ ,રોટરી ચાર્ટડ એકાઉન્ટન્ટ નયન કોઠારી,રોટેરિયન પિંકી પટેલ,વર્ષ વ્યાસ,જ્યોતિ પટેલ હાજર રહ્યા હતા.

Reporter: News Plus

Related Post