મુંબઈઃ ધ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઑફ ઇન્ડિયા (ICAI) એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ (CA) ઇન્ટરમીડિયેટ અને ફાઇનલ -2024ના પરિણામો આજે 11 જુલાઈએ જાહેર કર્યા છે.
આ પરિણામમાં મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓએ સારો દેખાવ કર્યો છે.ઈન્ટરમાં ઑલ ઈન્ડિયા ફર્સ્ટ અને સેકન્ડ રેંકમાં રાજ્યના ત્રણ વિદ્યાર્થી છે જેમાં ભિવાંડીનો દુશાગ્ર રૉય પહેલા અને કોલાનો ગુજરાતી વિદ્યાર્થી યુગ કારિયા અને ભાયંદરનો યજ્ઞ ચંદોક બીજા ક્રમાકે છે.જ્યારે ફાયનલની વાત કરીએ તો ઑલ ઈન્ડિયા ટૉપરમાં નવી દિલ્હીનો શિવમ મિશ્રા અને સેકન્ડ રેકમાં નવી દિલ્હીની વર્ષા અરોરાનું નામ ઝળક્યું છે
જ્યારે ઑલ ઈન્ડિયા થર્ડ રેંકમાં મુંબઈની કિરણ રાજેન્દ્ર સિંહ અને નવી મુંબઈના ઘીલમન સલીમ અંસારીનો સમાવેશ થાય છે.ICAI CA મે 2024 ની પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ- icai.nic.in દ્વારા વિગતો ચકાસી શકે છે. પરિણામની વિગતો icai.org પર પણ ચકાસી શકાય છે.પરિણામો તપાસવા માટે, ઉમેદવારોને રોલ નંબર અને રજિસ્ટ્રેશન નંબરની જરૂર પડશે.
Reporter: News Plus