News Portal...

Breaking News :

અબજોપતિ જેરેડ આઈઝેકમેને ઈતિહાસ રચ્યો: સ્પેસવોક કરનાર પ્રથમ વ્યકિત બન્યા

2024-09-13 10:08:16
અબજોપતિ જેરેડ આઈઝેકમેને ઈતિહાસ રચ્યો: સ્પેસવોક કરનાર પ્રથમ વ્યકિત બન્યા


ફ્લોરિડા : સોવિયત અવકાશયાત્રી એલેક્સી આર્કિપોવિચ લિયોનોવ કેપ્સ્યુલમાંથી બહાર નીકળીને ૧૮ માર્ચ, ૧૯૬૫ના રોજ સ્પેસવોક કરનાર પ્રથમ વ્યકિત બન્યા હતા. 


તેઓ ૧૨ મિનિટ ૯ સેકન્ડ સ્પેસક્રાફટની બહાર રહ્યાં હતાં. આ સાથે જ વોસ્કોડ-૨ મિશનને સફળતા મળી હતી. તેના ૫૯ વર્ષ બાદ અબજોપતિ જેરેડ આઈઝેકમેને ઈતિહાસ રચ્યો છે. તેણે ગુરુવારે પહેલું પ્રાઈવેટ સ્પેસવોક કર્યું હતું. તેમના લગભગ ૧૦ મિનિટના સ્પેસવોક બાદ સારાહ ગિલ્સે સ્પેસવોક કર્યું હતું. આ પહેલા સ્પેસએક્સ પોલારિસ ડૉન મિશનને મંગળવારે ફલોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યું હતું. ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ અને શિફ્ટ ૪ પેમેન્ટ્સના સીઈઓ જેરેડ આઈઝેકમેને પાર્ટનરશિપમાં લોન્ચ કરેલા મિશન પોલારીસ ડૅાનને પહેલી સફળતા મળી છે. તેમની સ્પેસવોક સરળ અને ઝડપી રહી હતી. સામાન્ય રીતે, ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર અવકાશયાત્રીઓની સ્પેસવોક સાતથી આઠ કલાક સુધી ચાલતી હોય છે. આ મિશનની સ્પેસવોક ૧ કલાક ૪૬ મિનિટ સુધી ચાલી હતી. સ્પેસવોક બાદ આઈઝેકમેને કહ્યું હતું, 'ચાલો ઘરે પાછા..આપણે ઘણું બધું કામ છે..પણ હા..દુનિયા અહીંથી પરફેક્ટ લાગે છે..'લગભગ ૧૦ મિનિટ બહાર રહ્યાં બાદ આઈઝેકમેનની જગ્યાએ સારાહ ગિલ્સ બહાર આવી હતી. 


કોમર્શિયલ સ્પેસવોક પાંચ દિવસીય મિશનના કેન્દ્ર સ્થાને હતું. આ સ્પેસવોકિંગ ટેસ્ટમાં વોકિંગ કરતાં સ્ટ્રેચિંગ વધુ સામેલ હતું. યુએસ એરફોર્સના પૂર્વ પાયલોટ સ્કોટ પોટીટ અને સ્પેસએક્સ એન્જિનિયર એના મેનન અંદર મિશનની દેખરેખ રાખી રહ્યાં હતાં. તેઓ સંપૂર્ણ સમય તેમની સીટ સાથે બંધાયેલા રહ્યાં હતાં. આ મિશનનું દર મિનિટના હિસાબે આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, આઈઝેકમેને સ્પેસએક્સ કેપ્સ્યુલનું ઢાંકણું ખોલવાની ફરજ પડી હતી. સ્પેસએક્સ કોમેન્ટેટર કેટ ટાઈસે જણાવ્યું કે, આ સમગ્ર ઘટના આંખના પલકારમાં થઈ ગઈ હતી.  નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને કહ્યું કે, આજની સફળતા કોમર્શિયલ સ્પેસ ઈન્ડસ્ટ્રીને નવી ઊંચાઈએ લઈ જશે. સ્પેસએક્સના ફાઉન્ડર અને સીઈઓ ઇલોન મસ્કે જણાવ્યું કે, તેમનું ટારગેટ બ્રહ્માંડના રહસ્યોને ખોલવાનું છે. ગુરુવાર પહેલા ૧૨ દેશોના ૨૬૩ વ્યકિતઓએ સ્પેસવોક કરી હતી. આ મિશનના મુખ્ય ઉદ્દેશોમાં હાઈ એલ્ટિટયુડ ઓર્બિટ, ઈન સ્પેસ કોમ્યુનિકેશનની સાથે આરોગ્ય અંગે રિસર્ચ સામેલ છે.

Reporter: admin

Related Post