અમેરિકાની શૉર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ પર ફરી નવા આરોપ લગાવ્યા છે. હિંડનબર્ગનો દાવો છે કે સ્વિસ અધિકારીઓએ મની લોન્ડરિંગ અને છેતરપિંડીના કેસમાં અદાણી ગ્રુપના છ સ્વિસ બૅન્ક ખાતામાં જમાં 31 કરોડ ડોલર (આશરે 2600 કરોડ રૂપિયા) ફ્રીઝ કરવામાં આવ્યા છે.
હિંડનબર્ગે સોશિયલ મીડિયામાં પોસ્ટના માધ્યમથી અદાણી પર આરોપ લગાવતા એમ પણ દાવો કર્યો છે કે આ તપાસ વર્ષ 2021થી ચાલી રહી છે.એક સ્વિસ મીડિયા કંપની ગોથમ સિટીના આધારે હિંડનબર્ગે અદાણી પર ગંભીર આરોપ લગાવ્યા છે. આરોપ છે કે અદાણીનું પ્રતિનિધિત્વ કરતાં એક ફ્રન્ટમેને બ્રિટિશ વર્જિન આઇલેન્ડ્સ/મોરિશિયસ અને બરમૂડામાં સ્થિત અપારદર્શક (શંકાસ્પદ) ફંડમાં રોકાણ કર્યું. જેમાંથી મોટા ભાગના લોકો પાસે વિશેષ રૂપે અદાણીના સ્ટોક હતા. આ રોકાણના મોટા ભાગના પૈસા અદાણીના શેરમાં લગાવવામાં આવતા હતા.
સ્વિસ બૅન્કમાં આવા છ ખાતા હતા જે હવે ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. જોકે અગાઉની જેમ આ વખતે પણ અદાણી ગ્રુપ દ્વારા હિંડનબર્ગના તમામ આરોપોને રદિયો આપવામાં આવ્યો છે. અદાણી દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. અદાણી ગ્રુપનું કહેવું છે કે આ તમામ આરોપ તેમની માર્કેટ વેલ્યૂ ઘટાડવા માટે લગાવવામાં આવી રહ્યા છે. અદાણી ગ્રુપ કહ્યું છે, કે 'સ્વિસ કોર્ટના કોઈ પણ કેસ સાથે અમારે કોઈ લેવા દેવા નથી. અમારા કોઈ બૅન્ક ખાતા ફ્રીઝ થયા નથી. અમને એ કહેવામાં કોઈ સંકોચ નથી કે આ આરોપ અમારી પ્રતિષ્ઠા અને માર્કેટ વેલ્યૂને ક્ષતિ પહોંચાડવા માટે કરવામાં લગાવવામાં આવી રહ્યા છે.'
Reporter: admin