ગુજરાતના ગામડાઓમાં આવેલા માં અંબાના મંદિરોમાં - શિખર પર હવે અંબાજીની ધજા લહેરાઈ શકે છે. મંદિરના પૂજારી કે ગામની વ્યક્તિ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટનો આ બાબતે સંપર્ક કરી શકે છે. તેમને પોસ્ટ દ્વારા વિનામૂલ્યે ધજા પહોંચાડવામાં આવશે.
સેંકડો શ્રધ્ધાળુઓની આસ્થાના પ્રતિક સમા શક્તિપીઠ યાત્રાધામ અંબાજી મંદિર માં અંબાના મંદિર શીખર પર ધ્વજા રોહણનું વિશેષ મહત્વ સમાયેલું છે. ત્યારે ભકતોની આસ્થાને ધ્યાને લઈ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક નવી પહેલ અને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર કૌશિક મોદીએ જણાવ્યું હતું કે ‘કોઈ પણ ગામના મંદિરો પર ધ્વજા માટે દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માતાજીના શીખર પર ચડેલી અને માતાજીના પ્રસાદ સ્વરુપ ધ્વજા વિનામૂલ્યે આપવામાં આવશે. આ માટે ભકતોએ અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ટેમ્પલ ઈન્સ્પેકટરનો સંપર્ક કરતાં તેમને ઘર બેઠા ધ્વજા મોકલવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. ટેમ્પલ ઈન્સ્પેક્ટરના મોબાઈલ નંબર ૯૭૨૬૦૮૬૪૮૨ નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.
Reporter: News Plus