News Portal...

Breaking News :

ગેરકાયદેસર બિલ્ડિગો - મકાનોના બાંધકામમાં મનમાની...

2024-06-08 09:44:23
ગેરકાયદેસર બિલ્ડિગો - મકાનોના બાંધકામમાં મનમાની...


બિલ્ડીંગ ઇન્સ્પેક્ટર રાજી તો ફિર ક્યા કરેગા કોર્પોરેશન કાજી...વડોદરા શહેરમાં ગેર કાયદેસર બાંધકામ માટે જવાબદાર અધિકારીઓ છે તેઓ સામે પગલાં કેમ નહીં? વડોદરા શહેરની ચારે દિશાઓ અને આઠેય ખૂણાઓમાં મોટા મોટા બાંધકામોમાં મનમાની અને લાલિયાવાડી ની બોલબાલા છે.બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર રાજી તો ક્યા કરેગા કોર્પોરેશન કાજી એવી દશા છે.જેની સામે લોકોની સલામતી ને કેન્દ્રમાં રાખીને પૂર્વ નગર સેવક વિજય પવારે અવાજ બુલંદ કર્યો છે.આમ તો મકાન નિર્માણ માટે એક ચોક્કસ પ્રક્રિયા અનુસરીને કોર્પોરેશન ની પરવાનગી એટલે કે રજા ચિઠ્ઠી મેળવવી પડે અને પરવાનગીની શરતો અનુસાર બાંધકામ કરવું પડે.તે પૂરું થયાં વપરાશની મંજૂરી સહિત વિવિધ મંજૂરીઓ લેવી પડે ત્યારે તેનો ઉપયોગ શરૂ કરી શકાય. ટાઉન પ્લાનિંગ વિભાગે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર ના માધ્યમ થી બાંધકામ ની પ્રવૃત્તિઓ નું નિયમન કરવું પડે અને નિર્માણ લોક સલામતી માટે જોખમરૂપ ના હોવાની પ્રત્યેક તબક્કે ચકાસણી કરવી પડે.એટલે જો બી.આઈ. રાખે કડકાઈ તો મકાનો નિયમ પ્રમાણે બંધાય.gdcr પ્રમાણે કરવામાં આવેલું બાંધકામ વૈદ્ય ગણાય.પરંતુ આ બાબતોમાં તેરી બી ચૂપ અને મેરી બી ચૂપની નીતિ અપનાવવામાં આવે છે અને રાતોરાત લંબી દાઢી જેવી ઇમારતો ઉગી નીકળે છે.એમાં ના તો અગ્નિ શમન ની નિયમ પ્રમાણે ની વ્યવસ્થા હોય ના પાર્કિંગ.ઇમારત આગળનો રસ્તો એ જ પાર્કિંગ માની લેવામાં આવે છે.પરિણામે રસ્તો સાંકડો અને વાહન ઝાઝા ના ખેલ તમાસા રોજ રોજ જોવા મળે છે બાંધકામનો પરવાનો ધરાવતો હોય તેવો ઠેકેદાર અધિકૃત ગણાય.મકાન અસલામત મકાનો પડી જાય તો જવાબદારી ઠેકેદાર ની ગણાય.એની ગરદન પકડી શકાય.પરંતુ થોડી લેવડ દેવડ કરી લો તો સબ ચલતા હૈ.પ્લિંથ નિરીક્ષક ની પણ અગત્યની જવાબદારી.પણ બધું ચાલી જાય છે.વડોદરા શહેરમાં ૯૦ ટકા પ્રમાણે બાંધકામ થતું GDCR ના નિયમ મુજબ થતું નથી. જે બાંધકામ કરવામાં આવતું હોય તેનો કોન્ટ્રાક્ટર અને આર્કિટેક લાઇસન્સ હોલ્ડર જોઈએ. મકાન કે બિલ્ડીંગ બાંધનાર માલિક,કોન્ટ્રાક્ટર, કે આર્કિટેક  રજા ચિઠ્ઠી ના શરતો લખેલી હોય તે મુજબ બાંધકામ કરતા નથી. તે ચેકીંગ કરવાનું કામ જે તે વોર્ડના બિલ્ડિગ ઇન્સ્પેક્ટરનું હોય છે.જેટલું ગેરકાયદેસર બાંધનાર મકાન માલિક જવાબદાર હોય છે એટલો જ કોન્ટ્રાક્ટર અને આર્કિટેક અને પાલિકાનો બિલ્ડીંગ ઇન્સ્પેક્ટર. રજા ચિઠ્ઠી પ્રમાણે કામગીરી થઈ છે કે નથી તેનું ચેકિંગ કરવાનું કામ બિલ્ડીંગ ઇન્સ્પેક્ટરનું હોય છે. બાંધકામ શરૂ થાય ત્યારે રજા ચિઠ્ઠી  ત્યારબાદ સર્ટિફિકેટ લેવાનું હોય છે. ત્યાર બાદ પીસી, ઓસી, સીસી અને જો રજા ચિઠ્ઠી -,નકશા મુજબ કામ થાય છે કે નહીં થતું એની જિમ્મેદારી પણ બિલ્ડીંગ ઇન્સ્પેક્ટરની હોય છે. એ પ્રમાણે કામગીરી ના થતી હોય તો તેને સીલ મારવાની કામગીરી પણ બિલ્ડીંગ ઇન્સ્પેક્ટરને કરવાની હોય છે.


બાંધકામ કરનાર , કોન્ટ્રાક્ટર અને આર્કિટેક આ નિયમ મુજબ કામગીરી કરતા નથી એક વખત પરવાનગી મળી ગયા પછી પરવાનગીમાં નજીવા ફેરફાર વિનિયમો-બાયલોઝ વિરૂધ્ધમાં નહિ કરવાના હોય તો જે જે ફેરફાર તેમના કરવાના હોય તો તમામ ફેરફારો કરતાં પહેલાં રીવાઈઝડ પ્લાન કરી મહાનગર સેવા સદ નમાં મંજૂરી માટે મોકલવો અને તે ફેરફારો મંજૂરી મળતાં પહેલા પણ કોઈપણ કારણ કરી દેવા તે મકાન કરનારને છુટ રહેશે પણ તે ફેરફારો/ વિનિયમો વિરૂધ્ધ હશે તો ગમે તેટલા નુકશાન થશે તો પણ કોઈપણ કારણ ધ્યાનમાં લીધા વગર તોડી નાખવામાં આવશે.રજા ચિઠ્ઠી મહાનગરપાલિકા ઈન્સ્પેક્ટર અથવા બીજા અધિકારી જોવા માગે તેને બતાવવા માલિક બંધાયેલ છે. તે નહી બતાવશે તો તે કામ બંધ કરવા હુકમ કરશે તે મુજબ બંધ કરવું પડશે.દરેક રૂમ અથવા જગાનો ઉપયોગ મંજુર થયેલા ઉપયોગ મુજ કરવાનો રહેશે અને તેની જવાબદારી અરજદારની રહેશે. વિકાસ પરવાનગી/રજા ચિઠ્ઠી અને મંજુર થયેલા નકશાઓ, ડ્રોઈંગ સ્પેસીફીકેશન મેળવેલા હોય તો માલિક આ વિનિયમો બાયલોઝની જરૂરીયાત મુજબ કરવાની જવાબદારીમાંથી કોઈ રીતે છટકી શકશે નહિ મંજુર નકશા વિરૂધ્ધ બાંધકામ કરવાથી/રજા ચિઠ્ઠીમાં જણાવેલ શર્તોનો ભંગ કરવાથી/ઓક્યુપેશન સર્ટીફીકેટ મેળવ્યા સિવાય ઉપયોગ ચાલુ કરવાથી રજા ચિઠ્ઠી આપોઆપ રદ્દ થયેલ ગણવામાં આવશે.નિયમોનુસાર આપેલ પરવાનગી વિરુધ્ધની બીનઅધિકૃત બાંધકામોને કોઈપણ સંજોગોમાં નિયમબદ્ધ કરવામાં આવશે નહી- બીન અધિકૃત બાંધકામો અન્વયે સબંધક પરવાનગી એન્જીનીયર, આર્કિટેક્ટ, બિલ્ડીંગ કોન્ટ્રાક્ટર વગેરેની કોઈપણ જાતની નોટીસ, ચેતવણી આપ્યા વિના તેઓના લાયસન્સ વગેરે રદ્દ કરી 'કાળી યાદી'માં તાત્કાલીક અસરથી મૂકવામાં આવશે.ઓકયુપેશન-સર્ટીફીકેટ મેળવતાં પહેલા સોસાયટીના આંતરીક રસ્તા પાકા બનાવવાના રહેશે.



વોર્ડ માંથી થતી આકરાણી ફક્ત કાયદેસર બાંધકામ ની થવી જોઈએ વડોદરા શહેરના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે જણાવ્યું હતું કે શહેરના પ્રમાણમાં ખૂબ સાંકડા ચાર દરવાજા વિસ્તારમાં બની ગયેલા મોટા મોટા બિલ્ડિંગો અને શો રૂમો બિન અધિકૃત બાંધકામ ઊભું કરી દીધું છે આ લોકો પાસે પણ પરમિશન નથી તો તેમની સામે કાર્યવાહી કેમ નથી કરવામાં આવતી માત્ર સરદારભવનના ખાંચામાં જ પાલિકા કેમ કાર્યવાહી કરી રહ્યું છે આ ઉપરાંત માંજલપુરમાં પણ સરકારે જમીન આપી છે તેના ઉપર  પીપીપી ધોરણે સરકારી આવાસ યોજનાનું લીલેરીયા પેરેમાઉંટ બિલ્ડીંગ બની રહ્યું છે પરંતુ ત્યાં પણ યોગ્ય રીતે ચકાસણી કરવામાં આવી નથી તેમ મને લાગી રહ્યું છે.વોર્ડ માંથી થતી આકરાણી ફક્ત કાયદેસર બાંધકામ ની થવી જોઈએ નહીં કે ગેર કાયદેસર બાંધકામ ની થવી જોઈએ તેવો ઠરાવ મહાનગર પાલિકા એ પાસ કરવો જોઈએ.


Reporter: News Plus

Related Post