News Portal...

Breaking News :

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ‘બરડા વન્યજીવ અભયારણ્ય’ ખાતે બરડા જંગલ સફારી’ ફેઝ-1નો પ્રારંભ

2024-10-31 09:30:19
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ ‘બરડા વન્યજીવ અભયારણ્ય’ ખાતે બરડા જંગલ સફારી’ ફેઝ-1નો પ્રારંભ


દેવભૂમિ : એશિયાઈ સિંહ માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે. રાજ્યના જુનાગઢ, અમરેલીમાં સાવજની સંખ્યા મોટા પ્રમાણમાં છે. 


ધનતેરસ પર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કપુરડી ચેક પોસ્ટ ખાતે ગુજરાતમાં પ્રવાસીઓ માટે એશિયાઈ સિંહોનું બીજું નવું રહેઠાણ એટલે કે ‘બરડા વન્યજીવ અભયારણ્ય’ ખાતે બરડા જંગલ સફારી’ ફેઝ-1 નો રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો.દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ નજીક કપુરડી નેશ પાસે તેના પ્રવેશ દ્વાર થી 27 કિલોમીટર ની આ સફારી રહેશે. જોકે બરડા ડુંગર વચ્ચે આવેલા કીલેશ્વર મંદિરના દર્શન માટે કોઈપણ ચાર્જ લેવામાં આવશે નહીં. લગભગ 14 દાયકા પછી આ જંગલના વિસ્તાર ફરી એક વખત એશિયાઇ સિંહોની હાજરીનું ગૌરવ અનુભવી રહ્યું છે.


આ અભયારણ્યમાં કુલ 22 સસ્તન પ્રાણીઓની પ્રજાતિઓ માટેનું નિવાસસ્થાન છે, જેમાં સિંહ સિવાય દીપડા,જંગલી બિલાડી, ઝરખ, નોળિયો સામેલ છે. આ ઉપરાંત અભયારણ્ય માં હરણ, સાબર, ચિત્તલ,નીલગાય જેવા પ્રાણીઓ પણ વસવાટ કરે છે. બરડા જંગલ સફારીમાં ભાણવડ -રાણાવાવ તેમજ બરડા વન્યપ્રાણી અભયારણ્યના સૌથી મનોહર વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સફારી દ્વારા પ્રવાસીઓ બરડા વન્યજીવ અભયારણ્યની સમૃદ્ધ જૈવવિવિધતાનો રોમાંચક અનુભવ કરશે.

Reporter: admin

Related Post