News Portal...

Breaking News :

સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી સોનુ ૮૨૧૦૦, ચાંદી ૧૦૦૧૦૦ પહોંચી

2024-10-31 09:27:14
સોના અને ચાંદીમાં આગ ઝરતી તેજી સોનુ ૮૨૧૦૦, ચાંદી ૧૦૦૧૦૦ પહોંચી


વડોદરા : દિવાળી પૂર્વે સોના-ચાંદીના ભાવમાં  તેજી ઝડપી આગળ વધી છે . વિશ્વ બજારના સમાચાર પ્રોત્સાહક હતા. 


વડોદરા ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના  ઉછળી રૂ.૮૧૮૨૦ હજારની ઉપર જતાં નવો રેકોર્ડ સર્જાયો હતો.વડોદરા બજારમાં સોનાના ભાવ વધી ૯૯.૫૦ના રૂ.૮૨૧૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૮૨૩૦૦  બોલાયા હતા જ્યારે વડોદરામાં ચાંદીના ભાવ કિલોના રૂ.૧૫૦૦ ઉછળી રૂ.૧૦૦૧૦૦ને આંબી ગયા હતા.વૈશ્વિક સોનાના ભાવ વધુ ઉંચકાઈ ઔંશના ઉંચામાં ૨૮૦૦ ડોલરની ઐતિહાસિક સપાટી નજીક પહોંચ્યાના વાવડ મળ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ તેજીની ચાલ આગળ વધતાં નવી ઉંચી ટોચ દેખાઈ હતી.


વૈશ્વિક સોનાના ભાીવ ઔંશદીઠ ૨૭૫૨થી ૨૭૫૩ વાલા વધી ઉંચામાં ભાવ ૨૭૮૯થી ૨૭૯૦ થઈ ૨૭૮૧થી ૨૭૮૨ ડોલર રહ્યા હતા. જો કે વૈશ્વિક ચાંદીના ભાવ વધ્યા પછી ઘટયાના સમાચાર હતા.વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૪.૧૩  ડોલર રહ્યા હતા. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ આજે વધી જતાં તેની અસર વૈશ્વિક સોનાના ભાવ પર દેખાઈ હતી. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ ૭૧.૭૬ વાળા વધી ૭૨.૮૩ થઈ ૭૨.૩૭ ડોલર જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૬૭.૬૮ વાળા વધી ૬૮.૮૮ થઈ ૬૮.૮૫ ડોલર રહ્યા હતા. જોકે વૈશ્વિક કોપરના ભાવ ૦.૬૩ ટકા ઘટતાં તેની અસર વૈશ્વિક ચાંદીના ભાવ પર નેગેટીવ દેખાઈ  હતી.

Reporter: admin

Related Post