તારીખ 27, 28 અને 29મેના રોજ ભારેથી અતિભારે વરસાદને લઇને એલર્ટ.હવામાન વિભાગ દ્વારા વાવાઝોડા 'રેમલ'ને લઇને વધુ મા જણાવ્યું છે કે જેમાં IMD ની માહિતી મુજબ ક આગામી 6 કલાક મા 'રેમલ' એક ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે
IMD એ જણાવ્યું છે કે પશ્ચિમ બંગાળમાં 26 મેએ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપી છે . જ્યારે આસામ અને મેઘાલયમાં 27, 28 અને 29મેના અતિભારે વરસાદને લઇને રેડ એલર્ટ કરવામાં આવ્યુ છે.ચક્રવાત 'રેમલ' એક ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું છે, પ્રી-મોન્સુન સિઝનમાં બંગાળની ખાડીમાં આ પહેલું ચક્રવાત આવી રહ્યું છે,
થોડા કલાકો મા તીવ્ર ચક્રવાતી 'રેલમ ' વાવાઝોડા મા પરિવર્તશે અને 26 મે ની આસપાસ પશ્ચિમ બંગાળ ના દરિયાકાંઠા વચ્ચે ગંભીર તોફાન મા પરિણામશે.વાવાઝોડા ને લઇ ને કંટ્રોલ રૂમ સજ્જ છે જેમની ટીમ સતત દેખરેખ રાખી રહી છે.
Reporter: News Plus