TRP ગેમ ઝોનમાંથી દારૂની ખાલી બોટલો મળી આવી છે. આ ઉપરાંત સિગરેટના ખાલી પેકેટ પણ મળી આવ્યા છે.
જ્યાં આટલી મોટી ઘટના બની ત્યાંથી દારૂની ખાલી બોટલો અને સિગરેટના પેકેટો મળી આવ્યા બાદ હવે એવી ચર્ચાઓ ચાલી રહી છે કે, શું ગેમ ઝોનમાં દારૂની પાર્ટીઓ ચાલતી હતી? ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ મામલે હવે પોલીસે મોટી કાર્યવાહી કરી છે. ટીઆરપી ગેમ ઝોનના માલિક યુવરાજ સિંહ, પ્રકાશ સોલંકી સહિત કુલ 6 લોકો સામે એફઆઈઆર નોંધાવામાં આવી છે. અગ્નિકાંડ મામલે આઈપીસીની કલમ 304, 308, 337, 338 અને 114 હેઠળ ફરિયાદ દાખલ કરાઈ છે. આ મામલે પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 10 જેટલાં આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી.
Reporter: News Plus