એમ એસ યુનિવર્સિટી ના ફાઇન આર્ટ્સ ફેકલ્ટી ના પાછળના ભાગે કોતરમાં ભીષણ આગનો બનાવ બન્યો હતો.અગ્નિ શામન કંટ્રોલને આગ લાગી હોવાનો કોલ મળતા અગ્નિ સમંદરના લાશકારો ઘટના સ્થળે લાય બંબા સાથે દોડી ગયા હતા.વીજળી ટ્રાન્સફોર્મરમાં ધડાકા થવાથી નદી કોતરના ભાગમાં આગના તણખા ઝરતા સૂકા જાડી જાખરામાં આગ લાગી હતી હા આગ જોતામાં ઝડપથી પ્રસરી ગઈ હતી.
ઉપરોક્ત તળે લાગેલી આગની ઘટના અંગે અગ્નિ સમંદરના જવાન રવિન્દ્ર કદમ એ જણાવ્યું હતું કે, એમએસ યુનિવર્સિટીના ફાઇન આર્ટસ ફેકલ્ટીના પાછળના ભાગે આગ લાગી હોવાનો અમને કોલ આવ્યો હતો. આ કોલ મળતાની સાથે જ અમારી ટુકડી ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગને કાબુ લેવાની કામગીરી ઝડપથી હાથ ધરવામાં આવી હતી. પ્રાથમિક અનુમાન મુજબ આગ લાગવાનું કારણ ટ્રાન્સફોર્મરમાં તણખા ઝરવાથી આગ લાગી છે. આગ નદી ગોતરમાં પ્રસરેલી હોવાથી કોઈ જાન હાની ની વિગતો મળી નથી.
Reporter: News Plus