News Portal...

Breaking News :

સાવલી ખાતે ૧૦૦ પથારીની સુવિધા ધરાવતી જિલ્લા હોસ્પિટલ ધારાસભ્ય કેતનભાઇ ઇનામદારની પ્રજા લક્ષી આરોગ્ય બાબતની રજૂઆત મંજૂર

2024-06-25 23:49:13
સાવલી ખાતે ૧૦૦ પથારીની સુવિધા ધરાવતી જિલ્લા હોસ્પિટલ ધારાસભ્ય કેતનભાઇ ઇનામદારની પ્રજા લક્ષી આરોગ્ય બાબતની રજૂઆત મંજૂર




વડોદરા જિલ્લાનો સૌથી મોટો તાલુકો અને વિશાળ જીઆઇડીસી માં સેંકડો ઔદ્યોગિક એકમો ધરાવતા સાવલી તાલુકાના મુખ્ય મથક સાવલી ખાતે ગ્રામ્યજનો, તાલુકાની જનતા અને આજુબાજુના સંલગ્ન જિલ્લાની જાહેર જનતાની ઉચ્ચ કક્ષાની આરોગ્ય સુખાકારી માટે ગુજરાત રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગે આજે અગત્યનો નિર્ણય લઇ સ્વામીજી દ્વારા નિર્મિત શ્રી જમનોત્રી સામૂહિક આરોગ્ય કેન્દ્રને ૧૦૦ પથારીની સુવિધા ધરાવતી પેટા જિલ્લા હોસ્પિટલ (સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ) માં તબદીલ કરવાનો નિર્ણય લીધો છે. 
પેટા જિલ્લા હોસ્પિટલ (સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ) નું નિર્માણ થવાથી સમગ્ર સાવલી તાલુકાની જાહેર જનતા અને આજુબાજુના અન્ય જિલ્લાની માનવ વસ્તીને આરોગ્ય સુખાકારી માટે ખૂબ જ ઉત્તમ કક્ષાની સેવાઓનો લાભ ઘર આંગણે મળી રહેશે જેથી પ્રજાજનોએ હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરી રહ્યા છે.




સાવલીના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે સાવલી તાલુકામાં આરોગ્ય સેવાઓ વધારે સુદ્રઢ બને તે માટે પેટા જિલ્લા હોસ્પિટલ મંજૂર કરવા સારું વર્ષ ૨૦૧૪ થી સરકારમાં રજૂઆત કરી હતી અને ત્યારબાદ ધારાસભ્યની વખતોવખતની અસરકારક રજૂઆત અને માંગણીને ધ્યાને લઈ સરકારે આજે ૧૦૦ પથારીની સુવિધા ધરાવતી પેટા જિલ્લા હોસ્પિટલ (સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ) ને મંજૂરી આપી છે.





સાવલી ખાતે ૧૦૦ પથારીની સુવિધા ધરાવતી પેટા જિલ્લા હોસ્પિટલ (સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ) મંજૂર થયાના સમાચાર પ્રાપ્ત થતા સમગ્ર સાવલી તાલુકાની જાહેર જનતામાં હર્ષ અને આનંદની લાગણી અનુભવી છે. ગુજરાત રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગના આ નિર્ણયથી આરોગ્ય ક્ષેત્રની ઉત્તમ સેવાઓ તરત, સરસ અને મફત સારવાર ઘર આંગણે જ મળી રહેશે તેથી આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

Reporter: News Plus

Related Post