છોટા ઉદેપુરના દડી ગામ ખાતે આજે વહેલી સવારે રીંછે ત્રણ જણા ઉપર હુમલો કરતા ઘાયલ થયા છે જેઓને છોટા ઉદેપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.
છોટા ઉદેપુર જિલ્લામાં વન્ય પ્રાણીઓની સંખ્યા નોંધપાત્ર જોવા મળી રહી છે. હાલ ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. જેને લઇને પાણી અને ખોરાકની શોધમાં વન્ય પ્રાણીઓ માનવ વસ્તીમાં ધસી આવે છે. ત્યારે આજે છોટા ઉદેપુરના દડી ગામના હોળી ફળિયામાં રહેતા ચમાયડાભાઈ સવારે દાતણ કરતા હતા ત્યારે, અચાનક રીંછે તેમની ઉપર હુમલો કરતા ઘાયલ થઈ ગયા હતા.
રીંછ ચમાયડાભાઈ ઉપર હુમલો કરી કુવામાં પડ્યું હતું. વન વિભાગે રીંછને કૂવામાંથી બહાર કાઢતાં રીંછે ફરીથી એક નવ વર્ષીય બાળકી અને રેવજીભાઈ નાયકાના વ્યક્તિ ઉપર હુમલો કરી ઈજાગ્રસ્ત કરી દેતાં ત્રણેય જણાને છોટા ઉદેપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.મહત્વની વાત એ છે કે, રીંછે હુમલો કરીને કૂવામાં પડી ગયા બાદ રેસ્ક્યું કર્યું અને ત્યાર પછી રીંછે રીતસર લોકોનો પીછો કરીને હુમલો કરતાં ગ્રામજનો ભયભીત બની ગયા હતા. જેને લઇને વન વિભાગે આ આદમખોર બનેલા રીંછને પકડવા માટે કવાયત હાથ ધરી છે.
Reporter: News Plus