વડોદરા ના યુવક દેવ પટેલ એ માઈનસ ૧૦ ડિગ્રી ઠંડી માં ૪૮ કિલોમીટર નું ટ્રેકિંગ કરીને ૧૩૮૫૦ ફૂટ ઊંચાઈ ઉપર બરફ થી થીજેલા તળાવ પર જઈને ત્રિરંગો લહેરાવ્યો
જેમાં તેમની મદદ ગ્રીનટ્રૈલ જે વડોદરા ની એક સારી ટ્રેકિંગ કંપની છે જે અરુણ ભાઈ પટેલ ચલાવી રહ્યા છે જે લોકો ને ઓલ ઇંડિયા માં ટ્રેકિંગ કરાવે છે અને પ્રકૃતિ સાથે અવગત કરાવે છે
હિમાચલ પ્રદેશ ના સરપાસ ટ્રેક જે સમુદ્ર તલ થી ૧૩૮૫૦ ફૂટ ઊંચાઈ પર આવેલો છે જ્યાં થંડી નું તાપમાન માઈનસ ૧૦ ડિગ્રી થી પણ ઓછું હોય છે અને રસ્તા માં દૂર દૂર સુધી બરફ ની ચાદરો પથરાયેલી હોય છે ભયાનક રસ્તા ,જંગલ ,પહાડો ને જીવ ના જોખમે પાર કરી પર્વતારોહક અહીં આવતા હોય છે દેવ પટેલ એ આવી ઘણી સિદ્ધિયો પ્રાપ્ત કરી છે જેમાં તેઓ એ અત્યાર સુધી ૧૦૮ વાર રક્તદાન પણ કર્યું છે
Reporter: News Plus