આનંદ આશ્રમ દ્વારા સિનિયર સિટીઝન માટે સ્પિરિચ્યુઅલ સેવા અંતર્ગત વડોદરા વિભિન્ન વૃદ્ધાશ્રમ તથા વૃદ્ધો ના ઘરે સેવા અર્પણ કરવામાં આવે છે.
જેમાં ભજન કીર્તન નો પ્રોગ્રામ,પરસ્પર જીવનલક્ષી સત્ર પર વાતો,ત્યોહાર અનુસાર ઉજવણી અને રમતગમત નો પ્રોગ્રામ યોજીને વડીલોને એકલવાયું જીવન થી કંઈક અલગ ખુશીનો આનંદ પ્રાપ્ત થાય તે હેતુ થી સેવા અર્પણ કરવામાં આવે છે.તાજેતરમાં આનંદ આશ્રમ દ્વારા ભજન કીર્તન નો પ્રોગ્રામ કાળજી કેર સેન્ટર ખાતે યોજાયો જેમાં ત્યાં રહેતા વડીલો એ ખુબ આનંદ મેળવ્યો.
આ સેવા માં આનંદ આશ્રમ ના સ્વમસેવકોં હેમાજી રાયજાદા,મંગલાજી અય્યર,શિવાજી,અને લક્ષ્મી રવિ.નિરમા યુનિવર્સિટી અને એમ. એસ. યુનિવર્સિટી ના ઇન્ટર્ન અનુશ, ધ્રુવલ, કશક, ખુશી, તન્ઝીલા મલેક,માહિર મુનશી,તુફેલ અરબ,હેઝામ પઠાણ,દિવ્યા ગુપ્તા અને પ્રેમ ગુપ્તા પણ આ સાથે સેવા માં જોડાયા
Reporter: News Plus