News Portal...

Breaking News :

બેંક ઓફ બરોડા, MCLRમાં વધારો

2024-07-10 14:38:13
બેંક ઓફ બરોડા, MCLRમાં વધારો


આજની મોંઘવારીમાં દરેક વ્યક્તિ ને કોઈ ને કોઈ મોટી વસ્તુ ખરીદવા માટે લોન લેવી પડતી હોય છે.જેમાં હાલ વ્યાજ દર બધી બેંક માં થોડું માત્ર ફરક હોય છે, પરંતુ બેંક ઓફ બરોડામાં ખાતું રાખનાર ગ્રાહક માટે ઝટકો આપનાર ન્યૂઝ આવ્યા છે કે બેંક ઓફ બરોડાના MCLRમાં વધારો થયો છે.


બેંક ઓફ બરોડાએ વ્યાજના દર વધારી દીધા છે અને તેના નિર્ણય વિશે શેરબજારો ને જાણ કરી છે, વધુ જાણવા મળ્યું છે કે MCLR માં ૫ બેસીસ પોઇન્ટ નો વધારો થયો છે. આ દર ૧૨ જુલાઈ થી લાગુ પડવાની શક્યતા છે. આ ફેરફારો માં એક વર્ષનો MCLR ૮.૮૫ ટકાથી વધીને ૮.૯ ટકા થઇ શકે છે. આ પેહલા પણ અમુક બેંક માં અચાનક MCLR માં વધારો થયો છે. 


આ પેહલા એચ ડી એફ સી બેંક પણ અચાનક MCLRમાં ૦.૧૦ કર્યો હતો. ગયા મહિનામાં SBIએ તેના MCLRમાં ૧૦ બેસિસ પોઈન્‍ટનો વધારો કર્યો હતો. હાલ ૨૦૨૪ માં મોટા ભાગની બેંક એ તેના MCLRમાં ૨૫ બેસિસ પોઈન્‍ટનો વધારો કર્યો છે. બેંક ઓફ બરોડા માં પણ રાતોરાત આ વધારો કરવામાં આવ્યો છે. પેહલા HDFC, SBI ને હાલ BOB માં MCLR માં વધારો થયો છે.જેની જાણ બેંક એ શેરબજાર માં કરી હતી .

Reporter: News Plus

Related Post