News Portal...

Breaking News :

બાંગ્લાદેશના હિંદુઓને ભારતમાં આવવાની મંજૂરી આપવામાં આવે: બાગેશ્વર ધામ

2024-08-07 09:55:32
બાંગ્લાદેશના હિંદુઓને ભારતમાં આવવાની મંજૂરી આપવામાં આવે: બાગેશ્વર ધામ


ઢાકા: પાડોશી દેશ બાંગ્લાદેશમાં હિંસા યથાવત છે અને શેખ હસીનાના રાજીનામા અને દેશ છોડ્યા પછી પણ વિરોધ અટકી રહ્યો નથી. આ દરમિયાન બાંગ્લાદેશમાં મંદિરોને નિશાન બનાવવામાં આવી રહ્યા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે. 


પ્રાપ્ત વિગતો અનુસાર ઈસ્કોન મંદિરમાં તોડફોડ કરવામાં આવી છે અને મૂર્તિઓને આગ લગાડવાના કિસ્સાના પણ સમાચાર છે. આ દરમિયાન બાબા બાગેશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ ભારત સરકાર પાસે ખાસ માંગણી કરી છે કે બાંગ્લાદેશની સ્થિતિને ધ્યાનમાં લઈને ત્યાં રહેતા હિંદુઓને ભારતમાં આવવાની મંજૂરી આપવામાં આવે.બાબા બાગેશ્વરે કરી અપીલ:બાબા બાગેશ્વરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો શેર કરીને આ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેણે કહ્યું કે, મને મીડિયા દ્વારા બાંગ્લાદેશમાં ફેલાયેલી અશાંતિ વિશે જાણ થઈ. આ સમયે ત્યાં ભયંકર સ્થિતિ છે. ભારે હાલાકી અને પથ્થરમારો થાય છે. રાજધાની ઢાકામાં 3-4 લાખ લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.


 તેમણે કહ્યું, હું બાંગ્લાદેશમાં શીઘ્ર શાંતિની પ્રાર્થના કરું છું. તેમણે કહ્યું, ન્યૂઝ ચેનલોથી જાણવા મળ્યું છે કે ત્યાંના હિંદુ ભાઈ-બહેનો ખૂબ જ હેરાન છે. મંદિરોમાં તોડફોડ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં હું ભારત સરકારને વિનંતી કરું છું કે તે પોતાનું મોટું મન રાખીને અને તેમના માટે પોતાના દરવાજા ખોલે.આગળ તેમણે કહ્યું કે, એ બિચારા ક્યાં જશે? ત્યાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચારોથી અમારું હૃદય દુઃખી છે. તેમણે બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓને ધૈર્ય અને પોતાની કાળજી રાખવાની અપીલ કરી છે. તેમણે લોકોને એકતા જાળવી રાખવાની અપીલ કરી છે. આ સાથે તેમણે લોકોને ત્યાં હનુમાન ચાલીસાનો પાઠ કરવા કહ્યું છે, હનુમાનજી તેમની રક્ષા કરશે અને શાંતિ સ્થપાશે.

Reporter: admin

Related Post