દાહોદ: કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ લેવલના એસેસર દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિર રાબડાલ અને આયુષ્માન આરોગ્ય મંદિર મુવાલિયા ખાતે સરકાર દ્વારા અપાતી સેવાઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
જે મૂલ્યાંકનમાં માતા અને બાળકોને અપાતી સેવાઓ, રસીકરણના તમામ પ્રોગ્રામની સમીક્ષા, કિશોર અને કિશોરીને લગતી આરોગ્ય સેવાઓ, કુટુંબ નિયોજનની પદ્ધતિઓ, રોગચાળા નિયંત્રણની કામગીરી, ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર માટેની સારવાર અંતર્ગત અપાતી સેવાઓ વગેરેનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.જે અંતર્ગત આયુષ્માન આરોગ્ય મંદિર રાબડાલને ૮૭. ૧૧ ટકા માર્કસ અને મુવાલીયાને ૮૮. ૨૬ ટકા માર્કસ સાથે ખરા ઉતર્યા હતા.
આરોગ્ય વિભાગની ટીમ તેમજ સંકલિત તમામ અધિકારીઓની મહેનતના કારણે અવિરત ચાલતી આરોગ્ય અંગેની કામગીરીથી દાહોદ જિલ્લા ખાતે સૌ પ્રથમવાર આયુષ્માન આરોગ્ય મંદિરનું નેશનલ લેવલથી એસેસમેન્ટ થતા તમામ ધારા ધોરણમાં ખરા ઉતર્યા છે જે સમગ્ર દાહોદ જિલ્લા માટે ગૌરવની વાત છે.
Reporter: admin