News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : વાયુના દર્દનો ઈલાજ

2024-11-07 15:10:17
આયુર્વેદિક ઉપચાર :  વાયુના દર્દનો ઈલાજ


- બે ચમચી આદુનો રસ, એક ચમચી લસણનો રસ, બે ચમચી મેથીની ભાજીના પાનનો રસ કાઢી પીવાથી સાંધાના વા મટે છે.
- દોઢથી બે તોલા મેથીનો પાવડર રોજ પલાળીને લેવાથી વા મટે છે.
- સૂંઠનો ઉકાળો કરી તેમાં એક ચમચી દિવેલ નાખીને પીવાથી વાયુનો રોગ મટે છે.
- શેકેલી હિંગનું ચૂર્ણ ગરમ પાણીમાં લેવાથી વાયુનો રોગ મટે છે.
- જીરું, હિંગ અને સિંધવની ફાકી ઘી સાથે લેવાથી વાયુ મટે છે.
- વાયુ અને કફના દોષથી કમરનો દુખાવો કે જકડાઈ ગયેલ હોય તો થોડુ પાણી લઇ તેમાં મરચા નાખી ઉકાળી, તેમાં કપડું બોળી દર્દ વાળા ભાગ પર લગાવું જોઈએ.
- પગના ગોટલા ચડી જાયતો કોપરેલ તેલ ગરમ કરી માલિશ કરવું જોઈએ.
- સરસીયાના તેલમાં કપૂર મેળવી માલિશ કરવાથી દુઃખતા સાંધા, ગર્દન જકડાઈ જવી અને સઁધીના દર્દમાં આરામ મળે છે.

Reporter: admin

Related Post