જો કોઈ વ્યક્તિને સામાન્ય શરદી થાય પછી ખાંસી મટતા સમય લાગે છે જેના માટે સીતોપલાદી ચૂર્ણ ખુબ લાભદાયક છે. જેનાથી વાયુ, કફ, પિત્ત જેવી બીમારીઓ દૂર થાય છે.
સીતોપલાદી ચૂર્ણ ગાળામાં જામેલા કફને દૂર કરે છે. આ ચૂર્ણ બનાવવા માટેનું સરળ છે. આ ચૂર્ણના સેવનથી એસીડિટી, બળતરા અને અન્ય પેટની સમસ્યા દૂર થાય છે.સિતોપલાદિ ચૂર્ણમાં પાંચ વસ્તુઓ છે જે ક્રમાનુસાર અડધા પ્રમાણમાં લેવી.સાકર ૧૬ ભાગ, વંશલોચન ૮ ભાગ, લીંડી પીપર ૪ ભાગ, એલચીના દાણા ૨ ભાગ, તજ ૧ ભાગ – આ બધાનું ઝીણું ચૂર્ણ કરી ભેળવી, કાચની બરણીમાં ભરી લેવું.આમાં વપરાતું વંશલોચન એ વાંસમાં જમા થતાં પાણીમાંથી જામી જતાં બનતું કુદરતી ઔષધ છે. વાદળી પડતું અર્ધપાદર્શક, કઠણ, સ્વાદમાં તુરુ-ગળ્યું હોય છે. તે પાણીમાં ઓગળતું નથી પરંતુ પાણીમાં મૂકતા તેમાંથી પરપોટા નીકળે છે.
આધુનિક ફાર્મેકોલોજીકલ સંશોધનાનુસાર સીલીસીયસ, ક્રીસ્ટલાઈન, એન્ટી બેક્ટેરિયલ છે. જે શ્વાસનળીનો સોજો ઘટાડે છે. સંક્રમણ દૂર કરે છે.આ ચૂર્ણમાં સૌથી વધુ પ્રમાણમાં સાકર વાપરવામાં આવે છે. સાકરની બદલીમાં ખાંડ વાપરવી નહીં. સાકર કફનો સ્ત્રાવ કરાવીને બહાર કાઢવામાં ઉપયોગી છે. તે ઉપરાંત બળતરા, સોજો મટાડે છે.સિતોપલાદિ ચૂર્ણ ૩ ગ્રામ જેટલું મધ સાથે દિવસમાં બે વખત ચાટી જવાથી ખાંસીમાં ફાયદો થાય છે.જેઓને સૂકી ખાંસી આવતી હોય, રાત્રે ઊંઘમાં ખાંસીથી જાગી જવાતું હોય તેઓ સિતોપલાદિ ચૂર્ણને રાત્રે સૂતા પહેલાં ૩ ગ્રામ પ્રમાણમાં ગાયનાં ઘી સાથે ભેળવી ચાટી જાય તો ફાયદો થાય છે.
Reporter: admin