વડોદરા : વર્ષોની પરંપરા અને પ્રણાલી મુજબ દિવસ સ્થાન સંચાલિત વિઠ્ઠલનાથજી મંદિર ખાતેથી દેવ ઉઠી એકાદશી નિમિત્તે વિઠ્ઠલનાથજી ભગવાનનો 215મો વરઘોડો વડોદરાના રાજમાર્ગ ઉપર નીકળશે.
મંદિર પ્રશાસન દ્વારા પણ તળાવમાં તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે પાલિકા પ્રશાસન દ્વારા પણ વિઠ્ઠલાલજી ભગવાનના વરઘોડાના રૂટ ઉપર કોઈપણ અગવડતા ન પડે તે માટે પણ તમામ પ્રકારની વ્યવસ્થા તેમજ સ્વચ્છતા કરવામાં આવી છે. વિઠ્ઠલાજી ભગવાનના નૃત્યક્રમમાં પણ ફેર બદલ કરવામાં આવે છે જેમાં મંગલા આરતી રાત્રે ત્રણ વાગે કરવામાં આવશે જ્યારે શૃંગાર આરતી સવારે સાત વાગે તેમ જ રાજભોગ આરતી સવારે આઠ વાગે અને ત્યારબાદ વરઘોડાની આરતી વિશેષ રાજવી પરિવારના સભ્યો ઉપસ્થિત રહી 9:00 વાગે કરવામાં આવશે ત્યારબાદ વરઘોડાને પ્રસ્થાન કરવામાં આવશે
નિર્ધારિત રૂટ મુજબ વરઘોડો પ્રસ્થાન કરવામાં આવશે અને 1:00 વાગે ગાહિનાબાઈ મંદિર ખાતે ભગવાન હરિહર ભેટ માટે પહોંચશે ત્યારબાદ ત્યાંથી ઘી ઘાટા થઈ ફરીથી નિજ મંદિર ખાતે આવશે ત્યારબાદ શહેર આરતી રાત્રે 8:00 વાગે કરવામાં આવશે તેમજ શ્રીજીના તુલસી વિવાહ રાત્રે 8:30 વાગે થી 11:00 વાગે યોજાશે તેમજ ભક્તો માટે પણ ચાલ્લા વિધિનો વિશેષ મહત્વ રહ્યો છે જે રાત્રે 11 થી 12:00 વાગે રહેશે. દર વર્ષની પરંપરા મુજબ અને પ્રણાલી મુજબ વર્ષમાં બે વરઘોડાની કરે છે એક દેવપોઢી એકાદશી એ બીજો દેવઉઠી એકાદશી નિમિત્તે બંને વરઘોડામાં મોટી સંખ્યામાં ભક્તજનો વિશેષ રૂપે ઉપસ્થિત રહી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવશે.
Reporter: admin