જો કોઈ ને કાયમ માટે સાંધા ના દુખાવા, કબજિયાત કે અનીદ્રા જેવી બીમારી રહેતી હોય તો તેમના માટે ઘરેલુ ઉપચાર થી તેનો ઈલાજ કરી શકાય છે. દરરોજ દૂધમાં ઘી મિક્સ કરીને પીવાથી શરીર માટે લાભદાયી છે.
દૂધ મા ઘી નાખી ને શરીર મા સાંધા ના દુખાવા દૂર થઈ છે અને ઘણા રોગો નો ઈલાજ મળે છે. દૂધ અને ઘી આપણા દૈનિક જીવન મા ખુબ જરૂરી છે જેમાં ઘણા રોગોનો ઈલાજ રહેલો છે. આ તે ફૂડમાંથી એક છે જે આપણા જીવનમાં ખુબ જ મહત્વનો ભાગ ભજવે છે. કારણ કે તે આપણા દૈનિક વપરાશની વસ્તુઓ માંથી એક છે. તેમજ આયુર્વેદ દ્વારા પણ તેને ખાવાની સલાહ આપવામાં આવે છે.
આપણા શરીર મા હાડકા મજબૂત પણ આ પીવા થી થાય છે અને કેલ્શિયમ વધારવામાં મદદ કરે છે.શરીર મા જો કેલ્શિયમ નુ પ્રમાણ ઓછું હોય, અનીદ્રા ની સમસ્યા હોય તો દૂધ મા ઘી પીવુ રામબાણ છે. ઘી ખાવા થી તમારૂં મગજ શાંત રહે છે ને દૂધ પીવા થી તમારી શરીર ની નશો નુ સંતુલન જળવાઈ રહે છે. દૂધ મા ઘી નાખી ને પીવા થી રાત્રે ઊંઘ સારી આવે છે. ઘી અને દૂધ પીવા થી ચેહરા પર તેજ આવે છે અને જેની સુસ્ક ત્વચા હોય તો મોશ્ચરાઇઝર નુ કામ કરે છે. અને ત્વચા ને બહાર અને અંદર થી સુધારે છે.
Reporter: News Plus