News Portal...

Breaking News :

સેવા સેતુ કાર્યક્રમનો કમાલ: પહેલા જ પ્રયાસમાં આવકનો દાખલો મળી ગયો,કલેક્ટર બિજલ શાહનો ખૂબ ખૂબ આભાર:લાભાર્થી રમણભાઈ રાઠવા

2024-10-18 17:07:16
સેવા સેતુ કાર્યક્રમનો કમાલ: પહેલા જ પ્રયાસમાં આવકનો દાખલો મળી ગયો,કલેક્ટર બિજલ શાહનો ખૂબ ખૂબ આભાર:લાભાર્થી રમણભાઈ રાઠવા


વડોદરા જિલ્લા વહીવટી તંત્રના ઉપક્રમે શહેરની ચારેય ઝોનની મામલતદાર કચેરીઓ દ્વારા તમામ વિસ્તારોમાં સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. 


આ સેવા સેતુ કાર્યક્રમોમાં નાગરિકોને જરૂર પડે છે તેવા સરકારી દાખલા અને દસ્તાવેજો ઝડપથી અને બહુધા બીજીવાર બોલાવ્યા વગર કાઢી આપવામાં આવે છે. જેની લાભાર્થીએ પ્રશંસા કરી હતી.લાભાર્થી રમણભાઈ રાઠવા જણાવી રહ્યા છે કે, મેં આવકના દાખલો માટે ઘણા બધા ધક્કા ખાધા હતા. મારે રાશન કાર્ડથી અનાજની કીટ લેવાની હતી. જેથી ત્યાં આવકનો દાખલો માંગ્યો હતો એટલે હું મામલતદાર ઓફિસે ધક્કા ખાતો હતો. તો પણ મને આવકનો દાખલો મળ્યો ન હતો પરંતુ આજે આ સેવા સેતુ કાર્યક્રમમાં એક જ કલાકમાં અને પહેલા જ પ્રયત્નમાં મને આવકનો દાખલો મળી ગયો હતો. .


હવે હું આરામથી રાશનકાર્ડથી મારા ઘર માટે મને મળવાપાત્ર અનાજનો જથ્થો સરળતાથી મેળવી શકીશ. વધુમાં લાભાર્થીએ  સેવા સેતુ કાર્યક્રમના સુઘડ અને સાર્થક આયોજનની પ્રશંસા કરી હતી. આ સાથે પહેલા જ સેવા સેતુમાં આવકનો દાખલો કાઢી આપવા બદલ તેમણે કલેક્ટર અને જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો.ખરેખર રાજ્ય સરકારનું સેવા સેતુ આયોજન મળવાપાત્ર લાભો લાભાર્થીઓ સુધી સરળતા થી પહોંચાડવાનું નિમિત્ત બની રહ્યું છે.

Reporter: admin

Related Post