ફરાળી ઢોકળા બનાવવા માટે 250 ગ્રામ સામો, એક કપ સાબુદાણા, એક વાડકી દહીં, સિંધવ મીઠુ સ્વાદ અનુસાર, જરૂર પ્રમાણે પાણી, તીખાસ પ્રમાણે ચોપ કરેલ લીલા મરચા, ચાર થી પાંચ ચમચી તેલ, એક ચમચી જીરૂ, એક ચમચી સફેદ તલ, લીમડાના પાન અને સમારેલા ધાણાની જરૂર પડે છે.
આ બનાવવા માટે પ્રથમ સામા ને અને સાબુદાણાને પીસીને તૈયાર કરો પછી તેમાં દહીં નાખી જરૂર મુજબ પાણી નાખી બહુ ખીરુ પતલુ ના થાય તેવું રાખીને એક થી દોઢ કલાક રહેવા દો.ત્યારબાદ તૈયાર કરેલ ખીરૂં માં મરચા પેસ્ટ નાખી મીઠું નાખી બેટર રેડી કરો. ત્યારબાદ ઢોકળાના મશીનમાં પાણી મૂકી થાળીને તેલથી ગ્રીસ કરીને મુકો અને ગ્રીસ કરેલી થાળીમાં પાથરી દો અને સ્ટીમ કરવા મૂકો.
આ સ્ટીમ પાંચ થી સાત મિનિટ રાખી તેને ઉતારી લો અને કોઈ પણ શેપમા કાપો. હવે આ ઢોકળાનો વઘાર કરવા માટે એક વાઘરીયામાં તેલ મૂકી જીરૂ, લીમડો અને મરચા ઉમેરી વઘાર કરો અને ઉપરથી ધાણા ઉમેરી દો. આ ઢોકળા ખાવામાં હેલ્થી રહેશે અને ટેસ્ટમા પણ સારા લાગશે.
Reporter: admin