ભૂખ ન લાગવી એ પણ એક સમસ્યા છે. દરેક વ્યક્તિએ નિયમિત ખોરાક લેવો જોઈએ, નહીંતો શરીરમા બીમારીઓ ઘર કરી શકે છે. જો કોઈ વ્યક્તિને ભૂખ ન લાગેતો તે ઘરેલુ ઉપચાર કરી શકે છે.
- જમવાના એક કલાક પેહલા આદુને સિંધવ મીઠુ નાખી ચાવવાથી ભૂખ લાગે છે.
- ફુદીનાનો રસ સંચર નાખી પેસ્ટ ખાવાથી ભૂખ લાગે છે.
- અડધી ચમચી અજમો, ચપટી સિંધવ મીઠુ અને લીંબુનો રસ શરબતમા મેળવી પીવાથી ભૂખ લાગે છે.
- એક નોર્મલ ગરમ પાણીમાં એક ચમચી આદુનો રસ, બે ચમચી મધ મેળવી પીવાથી ખુબ જલ્દી ભૂખ લાગે છે.
- દિવસમાં અડધી ચમચી અજમો ચાવી જવાથી ખુબ ભૂખ લાગે છે અને પાચનશક્તિ મજબૂત બને છે.
- રાઈનું ચૂર્ણ પાણી સાથે લેવાથી ભૂખ લાગે છે.
- ચણા જેટલી હિંગ ઘી સાથે લેવાથી ભૂખ લાગે છે.
- કોકમનો ઉકાળો ઘી સાથે પીવાથી અસહ્ય ભૂખ લાગે છે.
આ બધામાં કોઈ પણ એક ઈલાજ કરવાથી સમસ્યાનું નિવારણ મળશે.
Reporter: admin