સુરત: ગુજરાતના ગૃહ રાજયમંત્રી હરેશ (હર્ષ) સંઘવીના પિતા રમેશભાઇ ભૂરાલાલ સંઘવીનું આજે સવારે ૭૨ વર્ષની વયે લાંબી બિમારી બાદ દુઃખદ અવસાન થતા સંઘવી પરિવાર ઉપર આભ તુટી પડયુ છે. લાંબા સમયથી બિમાર એવા રમેશભાઇ એ આજે સવારે હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન અંતિમ શ્વાસ લીધા હતા.
રાજ્યના ગળહમંત્રી હર્ષ સંઘવીના પિતાનું નિધન થયું છે. હર્ષ સંઘવીના પિતા સુરતની હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાં છેલ્લા ૩ દિવસથી આઇસીયુમાં તેમની સારવાર ચાલી રહી હતી.આજે સાંજે ૫ વાગ્યે અંતિમયાત્રા નીકળી હતી.લાંબા સમયથી બીમાર રમેશચંદ્ર સંઘવીએ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. અંતિમયાત્રા આજે સાંજે હર્ષ સંઘવીના નિવાસસ્થાન ધરમ પેલેસ પાર્લે પોઇન્ટથી નીકળીને ઉમરા રામનાથ ઘેલા સ્મશાન જશે.
ગુજરાત રાજયના ગળહમંત્રી હર્ષ સંઘવીના પિતા રમેશચંદ્ર સંઘવીનું આજે સારવાર દરમિયાન મોત થતા પરિવારમાં શોકની લાગણી છવાઈ હતી, હર્ષ સંઘવીના પિતા લાંબા સમયથી બિમાર હતા અને સુરતની ખાનગી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી, આજે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
રમેશભાઈ સંઘવી છેલ્લા ત્રણ દિવસથી સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. છેલ્લા ત્રણ દિવસથી તબિયત લથડતા ખાનગી હોસ્પિટલમાં આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે આજે બપોરના સમયે તેમનું નિધન થયું છે. છેલ્લા ઘણા મહિનાઓથી તેમની તબિયત નાદુરસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે. કોરોના કાળ પછી તેમને સારવાર માટે હૈદરાબાદ પણ ખસેડવામાં આવ્યા હતા. છેલ્લા ત્રણ દિવસથી હર્ષ સંઘવીએ પોતાના તમામ કાર્યક્રમો રદ કરી દીધા હતા.
Reporter: admin