રસમલાઈ બનાવવા માટેની સામગ્રી માં દોઢ લીટર દૂધ, 200 ગ્રામ ખાંડ, 15 નંગ જેટલાં રસગુલ્લા ( અગાઉ રસગુલ્લા બનાવની રીત બતાવેલ છે ), બદામ, પિસ્તા અને કેસર nu જરૂર પડે છે.
હવે દૂધને ઉકાળીને અડધું થાય ત્યાં સુધી ગેસ પર ધીમા આંચ પર રાખવું અને તેમાં ખાંડ ઉમેરવી. દૂધ ઉકળે એટલે તેમાં રસગુલ્લા નિતારી ઉમેરવા અને બે મિનિટ પછી ગેસ બન્ધ કરી દેવો.
હવે દૂધ ઠંડુ થાય એટલે ફ્રિજમાં ઠન્ડુ કરવા મૂકવું અને પીરસતી વખતે તેમાં બદામની કાતરી, પિસ્તાની કાતરી અને કેસર ( ઓગાળી ) ને ઉમેરવું.આ રસમલાઈ ઠંડી ખાવાની ખુબ સારી લાગે છે.
Reporter: admin