રસગુલ્લા બનાવવા માટે એક લીટર દૂધ, એક આખા લીંબુનો રસ, દોઢ કપ ખાંડ, ત્રણ કપ પાણીની જરૂર રહેશે.
રસગુલ્લા બનાવા માટે દૂધને આગલા દિવસે ગરમ કરી ઠંડુ પડે એટલે ફ્રીજમા મૂકી દેવું. બીજા દિવસે મલાઈ કાઢીને ફરી ગરમ કરવું. ત્યારબાદ એક કપમાં દોઢ કપ પાણી લઇ તેમાં લીંબુનો રસ ઉમેરવો દૂધ ઉકળે એટલે બે થી ત્રણ મિનિટ સુધી ઠંડુ પડે પછી તેમાં લીબુંનુ પાણી ઉમેરતા જવુ. જ્યાં સુધી દૂધ ફાટી ન જાય ત્યા સુધી ઉમેરતા જવુ. ત્યારપછી ચાડનીમા કપડું મૂકી પનીર કાઢી લેવું. પનીરને પાણી વડે ધોઈ સાફ કરી લેવું. પાણી નિતરે એટલે પનીરમાં એક ચમચી ખાંડ ઉમેરી મસળી લેવુ.સુંવાળું બને એટલે નાના ગોળા વાળી લેવા.
બીજા વાસણમા દોઢ કપ ખાંડ ઉમેરી એક તારની ચાસણી બનાવવી. અને વાળેલા ગોળા તેમાં ઉમેરી લેવા. અને વિસ મિનિટ સુધી ઢાંકીને રાખવા. ત્યાર બાદ ગોળા ફૂલે એટલે ગેસ બન્ધ કરી એક કપ ઠંડુ પાણી ઉમેરવું અને ચાર થી પાંચ કલાક ચાસણીમા રાખવા પછી ઠંડા કરવા ફ્રિજમા મુકવા. આ રીતે બનાવાથી રસગુલ્લા ખુબ સોફ્ટ અને સ્વાદિષ્ટ બનશે.
Reporter: admin