પાપડ ડુંગળીનુ શાક બનાવવા માટે 4 પાપડ, ત્રણ ચમચી તેલ, એક ચમચી જીરૂ, ચપટી હિંગ, 100 ગ્રામ લીલી ડુંગળી, એક ચમચી ધાણા જીરૂ, એક ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર અને મીઠુ સ્વાદ અનુસાર જરુર પડેછે.
આ શાક બનાવવા પાપડ ના ટુકડા કરવા અને ગેસ પર કડાઈમા તેલનો વઘાર મૂકી તેમાં જીરૂ સને હિંગ ઉમેરી પાપડ નો વઘાર કરવો. હવે લીલી ડુંગળીના પાન કાપીને રાખવા. તેમાં એક કપ પાણી ઉમેરી તરત લીલી ડુંગળી ધોઈ ને ઉમેરી દેવી અને પાંચ થી સાત મિનિટ ઢાંકીને ચડવા દેવું. ત્યારબાદ તેમાં મીઠુ, ધાણાજીરૂ, મરચું અને હળદર ઉમેરવા અને બરોબર મિક્ષ કરી લેવું. હવે તેણે ગેસ પર પાંચ મિનિટ રાખી ઉતારી લેવું. જો કોઈને લીલી ડુંગળી ની જગ્યાએ સૂકી ડુંગળી ઉમેરવી હોય તો ઉમેરી શકાય છે
આ શાક ખાવામાં ખુબ સ્વાદિષ્ટ લાગે છે, અને રોટલા સાથે પણ ખાઈ શકાય છે.
Reporter: admin