ફાડા લાપસી બનાવવા માટે 250 ગ્રામ ઘઉંના ફાડા, 200 ગ્રામ ઘી, 350 ગ્રામ ખાંડ,દ્રાક્ષ, ઈલાયચીનો ભૂકો, બદામ, ચારોડી, કાજુ અને ખસખસ પ્રમાણસર જરૂર પડે છે.
આ બનાવવા એક વાસણમા ફાડાને ઘી મા શેકવા.સહેજ કલર બદલાય એટલે તેમાં ગરમ પાણી રેડવું. એક કપ ફળામાં ચાર કપ ગરમ પાણી લેવું. તેમાં દ્રાક્ષ નાખી ધીમા તપે ચડવા દેવું. દાણો ચઢીને ફૂલી જાય એટલે તેમાં ખાંડ ઉમેરવી. ઘી જ્યાં સુધી છુટુ નં પડે ત્યા સુધી થવા દેવું.
ત્યાર બાદ તેમાં ઈલાયચીનો પાવડર ઉમેરી ઠસડીમાં ઠારી લેવી અને તેમાં બદામ અને કાજુ કાતરીને ઉમેરવા અને ચારોડી અને ખસખસ પાથરી લેવા.એકદમ સરસ અને ખાવામાં પણ હેલ્થી ફાડા લાપસી તૈયાર થઇ જશે.
Reporter: admin