દમણી ઢોકળા બનાવવા માટે ત્રણ કપ ચોખા, એક કપ અડદની દાળ, 100 ગ્રામ લીલા વટાણા, 250 ગ્રામ દહીં, 100 ગ્રામ ફણસીના ટુકડા, 100 ગ્રામ ગાજર, 1 લાલ દાડમ, 1 ચમચી સાંજીના ફૂલ, અડધી ચમચી લીબુંના ફૂલ, એક કપ તેલ, લીલી ચટણી, વડના પાન,મીઠુ સ્વાદ અનુસાર જરૂરી છે.
ચોખા અને અડદની દાળ ભેગા કરી ધોઈ, સુકવી, કરકરો લોટ દડી લેવો. અને તે દહીમાં પલાળી લેવું. ચાર થી પાંચ કલાક પછી આથો આવે એટલે તેમાં વટાણા, ફણસી, ગાજર બાફીને ઉમેરવું, તેમાં દાડમ, સાંજીના ફૂલ, લીબુંના ફૂલ અને તેલ ઉમેરવું. વડના પાન બે ભાગમાં ધોઈને કાપી લેવા. અને તેના ટૂથપિકની મદદથી કોન કરી લેવા.
હવે મિક્ષરને આ પાનમાં ભરી ઢોકળા કુકરમાં બાફવા મૂકી દેવા. અને અડધો કલાક બફાઈ જાય પછી પાનમાં થી કાઢી બીજું મિક્ષર મૂકી બાફી લેવા. અને ખુબ ટેસ્ટી દમણી ઢોકળા તૈયાર થશે જે ગ્રીન ચટણી સાથે ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે.
Reporter: admin