દિલ્હી ચાટ બનાવવા માટે 100 ગ્રામ દહીંવડાનાં લોટનાં વડા ઉતારવા, 50 ગ્રામ ચણાનાં લોટ ની બુંદી, 100 ગ્રામ બટાકા બાફીને જીણા કટ કરવા, 100 ગ્રામ મેંદાની પૂરીના ટુકડા કરવા, 50 ગ્રામ ફણગાવેલા મગને પાણીના બાફવા, 50 ગ્રામ દેશી ચણા પાણીમાં પલાળીને બાફવા, 100 ગ્રામ ચણાનાં લોટની જીણી સેવ, 25 ગ્રામ જીરું પાવડર, 1ચમચી ચાટ મસાલો, 250 ગ્રામ મોડું દહીં, 20 ગ્રામ ચોપ કરેલ લીલા ધાણા.
બધી વસ્તુને થોડી થોડી ભેગી કરી તેના પર દહીં સોસ ચટણી, જીરું પાવડર અને ચાટ મસાલો નાખવો, તેના પર જીણી સેવ અને ધાણા પાથરવા. અને તેને બાસ્કેટ પૂરીમાં મૂકી ખાઈ શકો છો અથવા પુરી વગર પણ આ ચાટ ખાઈ શકો છો.
Reporter: admin