100 નંબર ઉપર ગોઠડા ની વર્ધી આવતા સાવલી પોલીસ ગોઠડા ગામ ની ગુલમહોર સોસાયટીમાં જતાં ગોઠડા ના બીટ જમાદાર અરવિંદભાઈ તથા તેમના સાથે પોલીસ કોન્સ્ટેબલ જયસુખભાઈ ઉપર હુમલો કરાયો હતો.
સ્નેહાબેન દરબાર દ્વારા 100 નંબર ઉપર ફરિયાદ નોધાવતા સાવલી પોલીસ સ્થળ ઉપર પંચકેસ કરવા જતાં બે ઈસમો દ્વારા હુમલો કરાયો દિલીપ રાઠોડ અને તેનો પુત્ર સાહિલ રાઠોડ દ્વારા ઝગડાની મધ્યસ્થી કરવા આવેલ પોલીસ ઉપર દંડા અને છૂટ્ટા હાથ થી હિચકારો હુમલો કરાયો
બન્ને આરોપી પોલીસ ફરિયાદ ને આધારે પોલીસ દ્વારા આરોપી પિતા અને પુત્ર ને જેલભેગા કરી કાયદેસર ની કાર્યવાહી કરવા માં.આવી શું આવા હુમલાખોરો ઉપર પોલીસનો ભય રહ્યો નથી. પ્રજાના રક્ષક ઉપર જ આ રીતે હુમલાખોરો દ્વારા હુમલો કરવામાં આવશે. તો સામાન્ય માણસને તો રહેવું પણ મુશ્કેલ બનશે તેવી ચર્ચા એ જોર પકડયુ છે.
Reporter: admin