News Portal...

Breaking News :

સિગ્મા યુનિવર્સિટી વડોદરા ખાતે આત્મનિર્ભર ગુજરાત: ઔદ્યોગિક સશક્તિકરણ મીટઅપ નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું

2024-06-21 20:55:09
સિગ્મા યુનિવર્સિટી વડોદરા ખાતે આત્મનિર્ભર ગુજરાત: ઔદ્યોગિક સશક્તિકરણ મીટઅપ નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું





સિગ્મા યુનિવર્સિટી વડોદરા ખાતે આત્મનિર્ભર ગુજરાત: ઔદ્યોગિક સશક્તિકરણ મીટઅપ નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવે છે આ આયોજન ડિસ્ટ્રિકટ ઇન્ડસ્ટ્રીઝ ઓફિસ વડોદરા અને લઘુ ઉદ્યોગ ભારતી ના સંયોગથી આયોજન કરેલ. જેમાં DIC ના Joint Commissioner and General Manager, શ્રી એસ.જી ઠાકોર સાહેબ, લઘુ ઉદ્યોગ ભારતી ના સભ્યો, સિગ્મા યુનિવર્સિટી તરફથી પ્રેસિડેન્ટ ડોક્ટર હર્ષ શાહ અને વાઇસ ચાન્સેલર. શ્રી. પ્રીઍશ ગાંધી સાહેબ અને અન્ય યુનિવર્સિટી ના પ્રતિનિધિઓ તથા વડોદરાની આજુબાજુની જીઆઇડીસી જેવી કે મકરપુરા, વાઘોડિયા અને મંજુસર જીઆઈડીસી માંથી ૩૫ થી વધારે ઉદ્યોગ સાહસિકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.





આ પ્રોગ્રામનું આયોજન સિગ્મા એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર દ્વારા કરવામાં આવેલ હતું જેમાં DIC ના Joint Commissioner and General Manager શ્રી એસ.જી ઠાકોર સાહેબે ગુજરાત આત્મનિર્ભર ગુજરાત પોલિસીના અંતર્ગત ના લાભો અને મળવાપાત્ર સબસીડીસ ની માહિતી આપવામાં આવી હતી.. આ પ્રોગ્રામ માં Vexma ટચનોલોજીએસ ના શૌરિન પટેલ, એન્ડ અન્ય STARTUP પણ ઉપસ્થિત રહ્યા હતા. જેઓએ સિગ્મા એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર ધ્વરા અમને મળેલ પ્રોડક્ટ ડેવલપમેન્ટ ના માટે જરૂરી સપોર્ટ અને ગ્રાન્ટ ની માહિતી આપેલ



સિગ્મા એન્ટરપ્રેન્યોરશિપ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટર નવીનતા અને ઉદ્યોગસાહસિકતાના વાતાવરણને ગુજરાતમાં ઊભું કરવા માટે કરવા માટે કટિબંધ છે અને ગુજરાતની વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક અને નવીનતમ ઉદ્યોગ ઔદ્યોગિક માં અગ્રણી બનાવવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે જેઓનું  માનવું છે કે યુનિવર્સિટી અને ગુજરાતમાં એક નવીનતમ ઉદ્યોગિક અને અધ્યક્ષતા વાતાવરણ ઊભું થાય અને ઉદ્યોગોને આર્થિક દ્રષ્ટિ પ્રગતિ મળે તેના માટે કટિબદ્ધ છે.

Reporter: News Plus

Related Post