News Portal...

Breaking News :

સામાન્ય સભાંમાં હાઉસિંગ બોર્ડને રિડેવલોપ કરવા પાછળ ઈજારદારને ફાયદો કરાવવાનો ખેલ - અમી રાવત અને TMC ના સાંસદ યુસુફ પઠાણ યુસુફ પઠાણ પાસેથી કોર્પોરેશનના પ્લોટનું ભાડુ વસુલવુ જોઈએ કેયૂર રોકડિયા

2024-06-21 20:50:36
સામાન્ય સભાંમાં હાઉસિંગ બોર્ડને રિડેવલોપ કરવા પાછળ ઈજારદારને ફાયદો કરાવવાનો ખેલ - અમી રાવત  અને TMC ના સાંસદ યુસુફ પઠાણ યુસુફ પઠાણ પાસેથી કોર્પોરેશનના પ્લોટનું ભાડુ વસુલવુ જોઈએ કેયૂર રોકડિયા



વડોદરા કોર્પોરેશનમાં યોજાયેલી સામાન્ય સભામાં યુસુફ પઠાણે કોર્પોરેશનની જમીન પર કરેલા બાંધકામનો મુદ્દો ચર્ચાના એરણે રહ્યો હતો. 
ભાજપના ધારાસભ્ય કેયૂર રોકડિયાએ આ મામલે ઉગ્ર રજૂઆત કરી હતી. જેમાં કોંગ્રેસના એક નેતાએ પણ સૂર પુરાવ્યો હતો. આખોય મામલો 
યુસુફ પઠાણ પાસે ભાડુ વસુલવાનો હતો અને એની પાસેથી જમીન પાછી લેવાનો પણ હતો. યુસુફ પઠાણની સાથેસાથે સામાન્ય સભામાં પૂર્વ મેયર


નિલેશ રાઠોડે હાઉસિંગ બોર્ડના મકાનોને આપવામાં આવેલી નોટિસ અંગે રજૂઆત કરી હતી. તેમણે રજૂઆત કરી હતી કે, નોટિસ આપતા પહેલા 
હાઉસિંગ બોર્ડના મકાનોમાં સ્થાનિક કાઉન્સિલરોને હાજર રાખીને મુલાકાત લેવી જોઈએ. કોંગ્રેસના નેતા અમી રાવતે રજૂઆત કરી હતી કે, 
હાઉસિંગ બોર્ડના મકાનો રિડેવલોપ કરવાની વાત કરીને ઈજારદારને ફાયદો પહોંચાડવાનો ખેલ રચાઈ રહ્યો છે. હાઉસિંગ બોર્ડના મકાનોને લાઈટ 
અને ડ્રેનેજ કનેક્શન કાપી નાંખવાની કાર્યવાહી થઈ રહી છે જે યોગ્ય નથી. ખેર, આજની સામાન્ય સભામાં યુસુફ પઠાણ અને હાઉસિંગ બોર્ડના 
મકાનો મહત્વના મુદ્દા રહ્યા હતા.



ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી યુસુફ પઠાણે વર્ષ 2012માં તાંદલજા વિસ્તારમાં તેમના ઘરની બાજુમાં આવેલો કોર્પોરેશનનો પ્લોટ 99 વર્ષના 
ભાડાપટ્ટે રાખવાનો પ્રસ્તાવ કોર્પોરેશનમાં રજૂ કર્યો હતો. જેની દરખાસ્ત જે તે સમયે કોર્પોરેશનની સામાન્ય સભામાં મંજૂર પણ થઈ હતી. ત્યારપછી 
એને મંજૂરી માટે રાજ્ય સરકારને મોકલી આપવામાં આવી હતી. વર્ષ 2014માં રાજ્ય સરકારે એને નામંજૂર કરી દીધી હતી. તેમ છતાંય યુસુફ પઠાણે 
એની ઉપર ગેરકાયદે કંપાઉન્ડ વોલ બનાવી દીધી હતી. આ બાબતે તપાસ કરવામાં આવે તેવી માંગણી વડોદરાના ભાજપના કાઉન્સીલર વિજય 
પવારે મુખ્યમંત્રી સમક્ષ કરી છે. વિજય પવારે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

Reporter: News Plus

Related Post