News Portal...

Breaking News :

NEETની પરીક્ષામાં ગેરરીતીનો વડોદરામાં વિરોધ NSUIના કાર્યકરો દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન ચક્કાજામ બાદ દસની અટકાયત

2024-06-21 20:28:46
NEETની પરીક્ષામાં ગેરરીતીનો વડોદરામાં વિરોધ NSUIના કાર્યકરો દ્વારા જબરદસ્ત વિરોધ પ્રદર્શન ચક્કાજામ બાદ દસની અટકાયત


NEETની પરીક્ષામાં ગેરરીતીના વિરોધમાં વડોદરા એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ આજે એમ એસ યુનિવર્સિટીની બહાર ચક્કાજામ કરતા દોડધામ મચી ગઈ હતી. કેટલાક કાર્યકરો રસ્તો રોકીને બસ પડ ચડી ગયા હતા. જેમને ઉતારવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ કોમર્સ ફેકલ્ટી પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. એમ એસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે લાંબા સમય સુધી ધમાચકડી ચાલી હતી





NEETની પરીક્ષામાં ગેરરીતીના વિરોધમાં વડોદરા એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ આજે એમ એસ યુનિવર્સિટીની બહાર ચક્કાજામ કરતા દોડધામ મચી ગઈ હતી. કેટલાક કાર્યકરો રસ્તો રોકીને બસ પડ ચડી ગયા હતા. જેમને ઉતારવા માટે પોલીસને ભારે જહેમત ઉઠાવવી પડી હતી. એનએસયુઆઈના વિદ્યાર્થીઓએ કોમર્સ ફેકલ્ટી પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. એમ એસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે લાંબા સમય સુધી ધમાચકડી ચાલી હતી.


આખરે, પોલીસે દસ જેટલા વિદ્યાર્થીઓની અટકાયત કરી હતી. વિદ્યાર્થીઓએ પોલીસ મથકમાં પણ ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસોથી એમ એસ યુનિવર્સિટી સમરાંગણમાં ફેરવાઈ છે. પહેલા કોમર્સમાં એડમિશન માટે આંદોલન અને રેલી યોજાઈ હતી. ત્યારપછી આર્ટસ ફેકલ્ટીમાં એડમિશન બાબતે આંદોલન થયુ હતુ અને આજે NEETની પરીક્ષામાં રાષ્ટ્રિય સ્તરે સર્જાયેલી ગેરરીતીનો વિરોધ કરતા વિદ્યાર્થીઓ રીતસરના રોડ પર સૂઈ ગયા હતા. તેમણે એકબીજાના હાથ મજબૂતીથી પકડી લીધા હતા. જેને છોડાવવામાં પોલીસને નાકે દમ આવી ગયો હતો.

Reporter: News Plus

Related Post