શહેર નજીકના બાજવામાં સિનિયર સિટિઝન મહિલાના ગળામાંથી સોનાનો અછોડો આંચકીને ભાગી છૂટેલા બે શખ્સો પકડવામાં ક્રાઈમબ્રાંચને સફળતા મળી છે. પોલીસની ટીમે બંને આરોપીઓ પાસેથી ચોરીની ચેઈન વેચીને મળેલા રૂપિયા અને મોટરબાઈક સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પકડાયેલા આરોપીઓમાં વિજય રમણભાઈ પરમાર (રહે. મોટા ફોફળિયા, શિનોર) અને દિપક શાંતિલાલ માછી (રહે. પોર, નવીનગરી)નો સમાવેશ થાય છે. આરોપી વિજય પરમાર ભૂતકાળમાં વાહન ચોરી અને નોકર ચોરીના ગુનામાં પકડાયો હતો. આરોપીઓએ બીજા કેટલા ગુના કર્યા છે તેની તપાસ કરવા માટે પોલીસે બંનેની પુછપરછ શરૂ કરી છે.
...
Reporter: News Plus